ફાર્મા ઉદ્યોગો માટે 25 ઓક્ટોબરથી અરેના ખાતે શરુ થશે ફોર્મેક ઈન્ડિયા એક્સપો

અમદાવાદ- રાજ્યના ફાર્મા ઉદ્યોગો માટે ફાર્મેક ઈન્ડિયાના 9માં એડીશનનું 25થી 27 ઓક્ટોબર દરમિયાન અરેના બાય ટ્રાન્સસ્ટેડીયા, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપો ફાર્મા અને સંલગ્ન ઉદ્યોગોના ભાવિને આકાર માટે નવી ટેકનોલોજી અંગે જાણકારી આપવામાં આવશે. ઉપરાંત લાઈવ ડેમો, એક્સલુઝિવ પ્રોડકટસ અને લેટેસ્ટ ફાર્માસ્યુટિકલ ટેકનોલોજીના સમન્વયને કારણે આ એક્સપો આ ક્ષેત્રના સહયોગીઓ માટે ઉત્તમ સ્થળ બની રહેશે.ઈન્ડિયન ડ્રગ મેન્યુફેકચરર્સ એસોસિએશન (ઈડમા) ગુજરાત સ્ટેટ બોર્ડ, અને ઓર્બીટ એક્ઝિબિશન્સ પ્રા.લિમિટેડના સહયોગથી આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે.

ઈડમાના એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય ડો. મિલન સતિયા જણાવે છે કે “દેશમાં હાથ ધરાતા ક્લિનિકલ ટ્રાયલમાં નિયમનલક્ષી તથા નીતિગત ગફલતને કારણે ભારતમાં ક્લિનિકલ રિસર્ચ બાબતે વૈશ્વિક સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ બાબતે તકલીફો નિવારવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે નિયમનલક્ષી વ્યવસ્થા મજબૂત કરવા માટે પગલાં ભર્યાં છે.

ફાર્મેક ઈન્ડિયા નાના તથા મધ્યમ કદના ઉદ્યોગોની આવકો વધે તે માટે નવી તરાહો, પડકારો અને તકો અંગે માહિતગાર કરીને સહાયક બનવાની તક પૂરી પાડવા પ્રયાસ કરે છે. આ સમારંભમાં વિવિધ દેશોનાં આંતરરાષ્ટ્રીય ડેલીગેશન્સ ઉપસ્થિત રહેશે તેવી સંભાવના છે. અને 100થી વધુ એક્ઝિબીટર્સ ભાગ લે તેવી શક્યતા છે.

ફાર્મેક ઈન્ડિયા એક્ઝિબિશન કમિટીના ચેરમેન ચિરાગ દોશી જણાવે છે કે”2017 થી 2020 દરમિયાન પર્વતમાળા ધરાવતા પ્રદેશોમાં કર પ્રોત્સાહનો નાબૂદ થઈ રહ્યાં છે અને છેલ્લા એક વર્ષથી ઉદ્યોગ ઉપર જીએસટીની અસર ઘટી રહી છે ત્યારે  ગુજરાતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ સ્થિર વૃધ્ધિ સાથે વિકાસ તો પામી જ રહ્યો છે પણ સાથે સાથે તેજીમાં પણ છે.

ગુજરાત વર્ષ 2020 સુધીમાં ભારત ટોચના 3 ફાર્માસ્યુટિકલ માર્કેટમાં સ્થાન પામવા સક્ષમ બની રહ્યું છે અને વૈશ્વિક સ્તરે છઠ્ઠા ક્રમે સૌથી મોટા બજાર તરીકે સમાવેશ પામશે. બીજી તરફ ગુજરાત, 3300 થી વધુ ઉત્પાદન એકમો તથા નેશનલ ફાર્માસ્યુટિકલ માર્કેટના 33 ટકા હિસ્સા સાથે ભારતનું ફાર્માસ્યુટિકલ હબ બનવા સજ્જ છે. ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ દ્વારા 155 નવા ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરીંગ એકમોના બાંધકામ માટે મંજૂરી અપાઈ છે.

ભારતનું ફાર્માસ્યુટિકલ માર્કેટ કદની દ્રષ્ટિએ વિશ્વના બજારનો 20 ટકા હિસ્સો અને મૂલ્યની દ્રષ્ટિએ 1.5 ટકા હિસ્સો ધરાવે છે. ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન દ્વારા વર્ષ 2016-17માં તેનું મૂલ્ય રૂ.1.11 ટ્રિલિયન જેટલું ગણવામાં આવ્યું છે.

3 દિવસના આ સમારંભમાં ફાર્માસ્યિટકલ ઉદ્યોગના મશીન અને એન્જીનિયરીંગ, ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન્સ, બલ્ક ડ્રગ્ઝ, વેટરનરી ડ્રગ્ઝ, એડીટીવ્ઝ એન્ડ ઈન્ટરમિડિયેટ, ફાર્મા એન્સીલરીઝ એન્ડ યુટીલિટી સર્વિસીસ એન્ડ મેઈન્ટેનન્સ, ફાર્માસ્યુટિકલ રેફ્રિજરેશન પેકેજીંગ, પ્રિન્ટીંગ એન્ડ બારકોડીંગ, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટેના સોફ્ટવેર એન્ડ મેનેજમેન્ટ, ક્લિન રૂમ ટેકનોલોજી, સેફ્ટી ઈક્વિપમેન્ટ અને અન્ય ઘણી બધી બાબતો પ્રદર્શિત કરવામાં આવશે.