ફટાકડા વેચવા, ફોડવા પર પ્રતિબંધ નથી, પણ ફોડવાનો સમય માત્ર બે જ કલાકઃ રાતે 8-10

નવી દિલ્હી – દેશની સર્વોચ્ચ અદાલતે ફટાકડા વેચવા અને ફોડવાના મામલે આજે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ફટાકડા વેચવા કે ફોડવા પર પ્રતિબંધ મૂક્યો નથી, પરંતુ કેટલીક શરતો મૂકી છે.

સુપ્રીમ કોર્ટે ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આને લીધે, ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ફટાકડા વેચી શકાશે નહીં. ફ્લિપકાર્ટ, એમેઝોન સહિતની ઈ-કોમર્સ રીટેલ કંપનીઓ ઓનલાઈન ફટાકડા વેચી નહીં શકે.

લાઈસન્સવાળાઓ માત્ર ઓછું પ્રદુષણ ફેલાવતા ફટાકડા જ વેચી શકશે.

તહેવારો અને પ્રસંગો વખતે ફટાકડા ફોડવા માટે સુપ્રીમ કોર્ટે સમય નક્કી કર્યો છે. દિવાળીમાં ફટાકડા ફોડવાનો સમય માત્ર રાતે 8થી રાતે 10 સુધીનો, બે કલાક પૂરતો નક્કી કર્યો છે.

ન્યૂ યર સેલિબ્રેશન અને ક્રિસમસ વખતે ફટાકડા ફોડવાનો સમય રહેશે રાતે 11.45થી મધરાત 12.45 વાગ્યા સુધીનો.

કોર્ટે ફટાકડાના વેચાણ, ફોડવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ના પાડી છે અને કહ્યું છે કે માત્ર પર્યાવરણને હાનિ ન પહોંચાડે એવા ફટાકડા જ બજારોમાં વેચી શકાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]