ફ્રોમ ઝારખંડ ટુ આંધ્રઃ પરિમલ નથવાણીએ ભર્યું રાજ્યસભા માટે ફોર્મ

અમદાવાદઃ રાજ્યસભાના સભ્ય તરીકે 2008થી સતત બે ટર્મ સુધી ઝારખંડનું પ્રતિનિધિત્વ કરનારા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ આંધ્રપ્રદેશથી રાજ્યસભાના સભ્યપદ માટે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડી અને તેમના પક્ષ વાય.એસ.આર. કોંગ્રેસએ ટેકો આપતાં પરિમલ નથવાણીએ આંધ્રપ્રદેશમાંથી ઉમેદવારી કરવાનો નિર્ણય કર્યો હતો.

ઉમેદવારી પત્ર ભર્યા પછી પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, “વાય.એસ. જગન મોહન રેડ્ડી આંધ્રપ્રદેશના યુવાન અને બહુમુખી પ્રતિભા ધરાવતા મુખ્યમંત્રી છે અને રાજ્યના લોકો દ્વારા તેમનું ખૂબ જ સન્માન કરવામાં આવે છે. ગયા વર્ષે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં વાય.એસ.આર. કોંગ્રેસે કુલ 175 બેઠકોમાંથી 151 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો, જે જગન મોહન રેડ્ડીની લોકપ્રિયતા દર્શાવે છે. તેમના પિતા વાય.એસ. રાજશેખર રેડ્ડીના નિધન બાદ તેમણે ખૂબ જ મુશ્કેલી અને પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેઓ તમામ મુસીબતો અને અડચણોને પાર કરીને ગયા વર્ષે ચૂંટણીમાં જંગી વિજય મેળવીને મુખ્યમંત્રી બન્યા.” તેમણે ઉમેર્યું હતું કે તેઓ આંધ્રપ્રદેશના લોકોની સેવા માટે પ્રતિબદ્ધ છે.

સતત બે ટર્મ સુધી ઝારખંડથી રાજ્યસભાના સભ્ય રહેલા પરિમલ નથવાણીએ તેમના સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ (એ.પી.એલ.એ.ડી.) અને સાંસદ આદર્શ ગ્રામ યોજના (એસ.એ.જી.વાય.) ભંડોળનો લગભગ 10 ટકા ઉપયોગ માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને કૌશલ વિકાસ, વગેરે માટે કર્યો હતો. એસ.એ.જી.વાય. અંતર્ગત દત્તક લીધેલા ત્રણ આદર્શ ગ્રામ પંચાયતો બડામ-જરાટોલી, ચુટ્ટુ અને બરવાદાગ અને તેમના દ્વારા અહીંયા કરવામાં આવ્યા હતા.