અમદાવાદઃ અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા મૂળ વતન મહિસા(ખેડા), ગુજરાતના રમેશભાઇ પટેલ (આકાશદીપ)ને ‘ચતુર્થ ભારત માતા અભિનંદન દિવસ’ નિમિત્તે ઓનલાઈન કવિ સંમેલનમાં તેમની પ્રસ્તુત હિન્દી રચનાને ચયન સમિતિએ પ્રથમ ક્રમે પુરુષ્કૃત કરી છે.
ભારત માતા અભિનંદન સંગઠન (હરિયાણા) ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ડૉ. ગુલાબચંદ પટેલ, અધ્યક્ષ, મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર દ્વારા ચતુર્થ ભારત માતા અભિનંદન દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદજી અને ભારત માતા વિષય પર હિન્દીમાં ઑનલાઈન કવિ સંમેલન તારીખ ૧૧મી સપ્ટેમ્બરના રોજ આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૭૫ કવિઓએ રાષ્ટ્રપ્રેમની જ્યોત જગાવી હતી. આ ઓનલાઈન કવિ સંમેલનમાં, તેમની પ્રસ્તુત રચનાને ચયન સમિતિએ પ્રથમ ક્રમે પુરુષ્કૃત કરી છે. કવિ સંમેલનમાં જે કવિ પ્રથમ ક્રમે આવે તો તેને શ્રી પી.ડી. મિત્તલ, અધ્યક્ષ, ભારત માતા અભિનંદન સંગઠન હરિયાણા દ્વારા ભારતમાતાનો ચાંદીનો સિક્કો આપવાની જાહેરાત કરી હતી જે અન્વયે ગુજરાતના રમેશભાઇ પટેલ ગુજરાત (આકાશદીપ), હાલ કેલિફોર્નિયાને નિર્ણાયકોના મતે પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે.
રમેશ ભાઇ પટેલ દ્વારા હિન્દીમાં ભારત માતા વિશે કવિતા વિડિયો દ્વારા અને ટાઇપ કવિતા પ્રસ્તુત કરી હતી. ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ (GSFC ), કેલિફોર્નિયા ગ્રુપ તરફથી કવિ સભ્યને, આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે, ગૌરવવંતી ઉપલબ્ધિ માટે આપવામાં આવ્યા છે.