ગાંધીનગર- રાજ્યમાં સોમવારે સવારના ૮.૦૦ વાગ્યાથી સાંજના ૪.૦૦ વાગ્યા સુધીમાં ૧૪ જિલ્લાના ૬૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી પ્રાપ્ત આંકડા અનુસાર વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં ૯ ઇંચ અને પારડી, વાપી તથા ઉમરગામ તાલુકાઓમાં ૭ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ભરૂચ જિલ્લાના નેત્રંગમાં ૭ ઇંચ વરસાદ થયો છે. સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડામાં ૬ ઇંચ, તાપીના ડોલવણમાં ૬ ઇંચ, ડાંગના વઘઇમાં પાંચ ઇંચ અને નવસારીના ચીખલી તાલુકામાં પાંચ ઇંચ પાણી વરસ્યું છે.અન્ય વિસ્તારોમાં આ સમય દરમિયાન થયેલા વરસાદના આંકડા આ પ્રમાણે છે:
જિલ્લા / તાલુકાનું નામ | વરસાદ / મી.મી.માં |
ગાંધીનગર | ૨૦ |
વડોદરા | ૧૧૫ |
કરજણ | ૮૩ |
વાઘોડીયા | ૫૪ |
ડેસર | ૨૨ |
છોટાઉદેપુર | ૨૪ |
જેતપુર-પાવી | ૨૫ |
કવાંટ | ૨૪ |
સંખેડા | ૩૦ |
જાંબુઘોડા | ૩૮ |
કાલોલ | ૨૨ |
મહુવા-ભાવનગર | ૨૬ |
ભરૂચ | ૩૧ |
વાલીયા-ભરૂચ | ૧૪૦ |
ઝગડીયા | ૪૨ |
જંબુસર | ૩૧ |
અંકલેશ્વર | ૯૦ |
હાંસોટ | ૨૩ |
ગરૂડેશ્વર-નર્મદા | ૭૬ |
ડેડીયાપાડા | ૪૨ |
નાંદોદ | ૩૩ |
તિલકવાડા | ૩૦ |
તાપી-વાલોડ | ૯૮ |
વ્યારા | ૪૯ |
નિઝર | ૩૫ |
સોનગઢ | ૩૧ |
ઉચ્છલ | ૨૩ |
સુરત શહેર | ૩૬ |
કામરેજ | ૧૧૭ |
મહુવા | ૬૦ |
માંડવી | ૫૯ |
બારડોલી | ૪૯ |
પલસાણા | ૪૬ |
ચોર્યાસી | ૨૬ |
ઓલપાડ | ૨૩ |
નવરસારી-ખેરગામ | ૧૨૯ |
વાંસદા | ૧૦૬ |
ગણદેવી | ૫૭ |
નવસારી | ૩૦ |
જલાલપોર | ૨૮ |
ધરમપુર | ૧૦૮ |
કપરાડા | ૯૨ |
સુબીર-ડાંગ | ૫૨ |
આહવા | ૫૫ |