ઓખી વાવાઝોડુ આજે રાત્રે ગુજરાત પર ટકરાશે, પવન સાથે વરસાદની આગાહી

અમદાવાદ– ઓખી વાવાઝોડુ દક્ષિણ ગુજરાતથી 480 કિલોમીટર દૂર છે, આગામી 24 કલાકમાં ગુજરાત પર ઓખી વાવાઝોડુ આવી જશે, મોટાભાગે મંગળવારની મધ્યરાત્રિએ દક્ષિણ ગુજરાત પર ત્રાટકશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવવાની આગાહી છે, આગામી 48 કલાક દરમિયાન માછીમારોએ દરિયો ખેડવા ન જવું. તેમજ લોકોએ પણ ઘરની બહાર નિકળવું, રાજ્ય સરકારનું તંત્ર એલર્ટ કરી દેવાયું છે. કોઈપણ સ્થિતીની પહોંચી વળવા તૈયારીઓ કરી દેવાઈ છે.ઓખી વાવાઝોડુ ગુજરાત તરફ ફંટાઈ જતાં ગઈકાલ સોમવાર મધ્યરાત્રિથી જ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. અને કેટલાક સ્થળોએ મોડીરાતથી જ ઠંડા પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો.

– આજે વહેલી સવારથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો છે.

– 9 જિલ્લાના 30 તાલુકામાં વરસાદ શરૂ થઈ ગયો છે.

– સોમનાથનો દરિયો તોફાનો ચઢયો છે, ભારે પવન સાથે વરસાદ ચાલુ

– વાવાઝોડાને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો

– ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં વધારો

– માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ

– દરિયાકાંઠે એકથી દોઢ મીટર મોજા ઊંંચા ઉછળે તેવી શકયતા

– સુરત, નવસારી, ભરૂચ, વલસાડમાં પવન સાથે ભારેથી વરસાદની શકયતા

– બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું

– રાજ્યના 9 જિલ્લાના 30 તાલુકામાં ઝરમર વરસાદ

– દહેજ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું

– ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની રાજુલા, મહુવા અને શિહોરની જાહેરસભા રદ કરાઈ

– ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં મુશ્કેલીઓ, જાહેર સભા અને રેલીઓ રદ કરવી પડે તેવી સ્થિતી

– ઓખી વાવાઝોડાને પગલે ગુજરાતના તમામ શહેરોમાં ફાયર વિભાગ એલર્ટ

– તમામ જિલ્લા કલેક્ટરોએ તમામ અધિકારીઓને હેડકવાર્ટર ન છોડવા આદેશ આપ્યા

  • અમદાવાદમાં પણ વાવાઝોડાની અસર થવાની સંભાવના
  • સુરત નવસારીમાં NDRFની 22 ટીમો તેહનાત કરાઈ
  • એનડીઆરએફની ટીમ ભાવનગર પહોંચી
  • સુરતઃ ઓલપાંડ, અને દાંડી ગામના લોકોનું સ્થળાંતર કરાશે
  • કુલ 17 હજાર લોકોનું કરાશે સ્થળાંતર
  • સુરતમાં આવતીકાલે શાળા કોલેજોમાં રજા જાહેર
  • રાત્રે 8 વાગ્યા બાદ કામ સિવાય બહાર ન જવા કલેક્ટરની અપીલ
  • ઓલપાડના 63 ગામોમાં એલર્ટ
  • મધરાત્રે સુરતમાં ત્રાટકશે ઓખી વાવાઝોડુ
  • દક્ષિણ ગુજરાતથી 390 કિલોમીટર દુર ઓખી
  • રાજ્યના અનેક જીલ્લાઓમાં વરસાદની આગાહી
  • આગામી 7 તારીખ સુધી રહેશે ઓખીની અસર
  • ઓખીની અસર સૌરાષ્ટ્રમાં વર્તાઈ
  • રાજકોટ યાર્ડમાં હરાજી બંધ થતા ખેડુતોને અસર
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ
  • વેરાવળના દરિયામાં વાવાઝોડાના કારણે એક બોટ ડુબી
  • બોટમાં રહેલા ખલાસીઓનો બચાવ
  • ઓખી વાવાઝોડામાં 70 થી 80 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન
  • રાજ્યના તમામ બંદરો પર 2 અને 3 નંબરનુ સિગ્નલ લગાવાયું
  • ઓખા નજીક દરીયામાં માંગરોળની બોટ ડુબી, 6 ખલાસીઓનો આબાદ બચાવ
  • પાટણમાં કમોસમી માવઠાથી રાયડુ, જીરૂ અને કપાસને સહિત શાકભાજીના પાકને નુકસાન થવાની ભિતી
  • રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડુતોની ચિંતામાં વધારો
  • ઘઉંના પાકને નુકસાન થવાની સંભાવનાઓ