હવે, ભગવાન જગન્નાથ નવા રથમાં નગરચર્યાએ નીકળશે

અમદાવાદઃ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથજીના મંદિરેથી દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે. આ વર્ષે 146મી રથયાત્રા અમદાવાદ શહેરના માર્ગો પર નીકળશે, જેમાં ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામજી નવા રથમાં શહેરમાં ફરશે.

રથયાત્રા 2023 પૂર્વે નવા રથ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ભકતોને દર્શનમાં સરળતા રહે, રથયાત્રાના સ્વયંસેવકોને રથને ચલાવવામાં સરળતા રહે એવા રથનું નિર્માણ થઈ રહ્યું છે.

ઓરિસ્સાના જગન્નાથ પુરીની રથયાત્રા પછી અમદાવાદ શહેરની રથયાત્રાનું પણ ખૂબ જ મહત્ત્વ છે. એટલે ઉચ્ચ કક્ષાનાં લાકડાં સાથે વિશિષ્ટ કારીગરીથી રથ બનાવવામાં આવી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)