હાલનો સમય ‘કરુણા’ને વૈશ્વિક બનાવવાનો સમયઃ કૈલાશ સત્યાર્થી

અમદાવાદઃ ગુજરાતમાં સોશિયલ વેન્ચર પાર્ટનર્સ ઇન્ડિયા( SVP ઇન્ડિયા)ની પાંચમી એનિવર્સિરીના કાર્યક્રમમાં નોબેલ શાંતિ એવોર્ડવિજેતા કૈલાશ સત્યાર્થી ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્થાની વર્ષગાંઠે રાજ્યમાંથી અને દેશમાંથી 200થી વધુ લોકો ઉપસ્થિત હતા.

આ ઉજવણી પર સંબોધન કરતાં સત્યાર્થીએ કહ્યું હતું કે આપણે એક ઝડપથી બદલાતા વિશ્વમાં રહી રહ્યા છીએ. આપણે બિઝેનસ, ટ્રેડ, નોલેજ, મેન્યુફેક્ચરિંગ, ડેટા અને કેપિટાલિઝમનું વૈશ્વિકરણ કર્યું છે.  મહાત્મા ગાંધીની ભૂમિથી હું આદરપૂર્વક કહું છે કે હાલનો સમય કરુણાને વૈશ્વિય બનાવવાનો સમય છે અને એ સરકાર કે કોઈ સંસ્થાની જવાબદારી નથી, બલકે આપણી જવાબદારી છે. આ સાથે બાળકો અને ખાસ કરી મહિલાઓની વિરુદ્ધ ગુનાઓ પર અંકુશ લગાવવાનો અને બાળકોના હિતમાં સમાજ નિર્માણ કરવાની આપણી જવાબદારી છે.

આ પ્રસંગે સંસ્થાના એક પ્રવક્તાએ કહ્યું હતું કે આ વર્ષગાંઠની ઉજવણીમાં કૈલાશ સત્યાર્થી અમારી સાથે સામેલ થવાથી અપાર આનંદની લાગણી થાય છે. તેમની કરુણાને વૈશ્વિક કરવાની પ્રતિબદ્ધતા સંસ્થાના મૂળ મૂલ્યો અને મિશનને અનુરૂપ છે. આ કાર્યક્રમમાં બધા કાર્યકરો વચ્ચે પરોપકાર, વ્યૂહાત્મક દાન અને સાર્થક સંદેશવ્યવહાર થયો હતો.

SVP ઇન્ડિયા દેશનાં આઠ શહેરોમાં ફેલાયેલા 550 પરોપકારી લોકો, ઉદ્યોગ સાહસિકો, શિક્ષણવિદો અને ગૃહિણોની સાથેનું એક સહયોગી પરોપકારી સંગઠન (NGO) છે. સંસ્થા નાના અને મધ્યમ કદના NGOsની ઓળખ કરે છે અને નેટવર્ક, અનુભવ અને સમયનો ઉપયોગ કરીને ક્ષમતા અનુસાર મદદ કરે છે. છેલ્લાં પાંચ વર્ષમાં અમદાવાદ અને સુરતના 43 SVP ભાગીદારોએ NGOsને સલાહ આપવા માટે 5000થી વધુ કલાકોનો સમય ફાળવ્યો હતો અને એમને ત્રણથી પાંચ ગણા વિકાસ કરતા જોયા હતા.

સંસ્થાએ દેશના 120 NGOsની સાથે ખભેખભા મેળવીને કામ કર્યું છે અને  રૂ. 25 કરોડથી વધુનું વિતરણ કર્યું છે. એ સાથે એના ભાગીદારોએ પણ સમય અને કૌશલના 25,000 કલાકથી વધુનું યોગદાન આપ્યું છે. કૈલાશ સત્યાર્થીને વર્ષ 2014માં નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું હતું. અને તેમના સહયોગીઓ દ્વારા ‘બચપન બચાવો આંદોલન’ દ્વારા અત્યાર સુધીમાં 80 હજારથી વધુ બાળકોના જીવનમાં સુધારો કરવામાં આવ્યો છે. આ બાળકોને વધુ સારા શિક્ષણ અને જીવનનિર્વાહમાં ટેકો મળ્યો હતો.