ગાંધીનગર– ગુજરાતના ડેપ્યુટી સીએમ નિતીનભાઈ 26 તારીખે મોટી માલવણ ખાતે પાટીદાર મહાપંચાયત સમક્ષ ભાજપમાંથી રાજીનામુ આપી અને હાર્દિક પટેલને ખુલ્લુ સમર્થન આપશે, એવા વાયરલ થયેલા મેસેજ પછી નિતીનભાઈ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે, કે આ વાઈરલ થયેલ મેસેજ ખોટો છે. અને મીડિયા સામે આવીને પણ તેમણે પ્રતિક્રિયા આપી હતી કે મારી પ્રતિષ્ઠાને નુકશાન થઈ રહ્યું છે, મારા વિરુદ્ધની પોસ્ટ પર કોઈએ વિશ્વાસ કરવો નહી. નિતીનભાઈ પટેલે ટ્વીટ કર્યું હતું કે આ મુજબ છેઃવાયરલ થયેલા મેસેજમાં લખ્યું હતું કે સુત્રો દ્વારા માહિતી મળી છે, જો કે નિતીનભાઈ પટેલે કહ્યું છે કે મને બદનામ કરવાનું ષડયંત્ર છે અને મારી પ્રતિષ્ઠા અને વિશ્વનીયતાને નુકશાન કરવા માટે કેટલાક લોકો દ્વારા આવા મેસેજ ફેલાવી રહ્યા છે.
નિતીન પટેલની પ્રતિક્રિયા પછી પાટીદાર નેતા હાર્દિક પટેલ કહ્યું હતું કે અમારી ફરજ છે કે અમારે તેમને આમંત્રણ આપવાની. પોસ્ટર સાથે અમારે કોઈ લેવાદેવા નથી. પોસ્ટર પાછળ ભાજપનો જ હાથ હોવાનો હાર્દિકે આક્ષેપ કર્યો હતો.