બારેજાની ગેસ સિલિન્ડર લીકેજ દુર્ઘટનામાં નવનાં મોત

અમદાવાદઃ અમદાવાદના બારેજામાં ગેસ સિલિન્ડરમાં લીકેજ દુર્ઘટના બની હતી, જેમાં નવ લોકોનાં મોત થયાં છે. મંગળવારે ગેસ લીકેજની ઘટના બની હતી. અમદાવાદના બારેજામાં એક કારખાનામાં સિલિન્ડર વિસ્ફોટમાં મધ્ય પ્રદેશના ગુના જિલ્લાના નવ મજૂરોનાં મોત નીપજ્યાં હતાં. એ બધા મજૂરો એક જ પરિવારના સભ્યો હતા અને રોજગારી માટે અમદાવાદ આવ્યા હતા. એ જ સમયે ચાર લોકોના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે. ફેકટરીની અંદરના ઘરેલુ સિલિન્ડરના વિસ્ફોટને કારણે આ અકસ્માત થયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મધુસૂદનગર તહસીલના બેરવાસ ગામના 15 જેટલા લોકો તાજેતરમાં 25 જૂને વેતન માટે અમદાવાદ પહોંચ્યા હતાં. બધા એક જ પરિવારના સભ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યાં તેઓ બધા કાજુની ફેક્ટરીમાં કામ કરતા હતા. આને કારણે કારખાનામાં એક સિલિન્ડર ફાટ્યો હતો., જેના કારણે આ બધા લોકો આગની ચપેટમાં આવી ગયા હતા. આમાં લગભગ નવ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે. એક જ રૂમમાં પરિવારના તમામ સભ્યો હતા એ વખતે ગેસ લીકેજ થયો હતો. દુર્ઘટના બની એ રાતના સીસીટીવી પણ સામે આવ્યા.

અમદાવાદની ફેક્ટરીમાં ગેસ લીક થવાની ઘટનામાં જે લોકોનાં નિધન થયાં છે, જેથી મધ્ય પ્રદેશના શિવરાજ સિંહ ચૌહાણે દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમણે તેમના માટે વળતરની જાહેરાત કરી હતી.

આ ઘટનામાં પરિવારના તમામ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં ઇજા પામેલ ત્રણ સભ્યોનાં ગઈ કાલે અને આજે છ સભ્યો એમ કુલ નવ લોકોનાં મોત થયાં છે, જ્યારે હાલમાં એક વ્યક્તિ સારવાર હેઠળ છે.