હની ટ્રેપઃ મહિલાએ વિડિયો કોલ દ્વારા પુરુષને બ્લેકમેલ કર્યો

અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં હની ટ્રેપના કેટલાક કેસો સામે આવ્યા છે. આવો એક કેસ અમદાવાદમાં આવ્યો છે, જ્યાં એક પરિણીત પુરુષ એક ઠગ મહિલાની જાળમાં ફસાઈ ગયો અને બ્લેકમેઇલનો શિકાર બની ગયો. મહિલાએ વિડિયો કોલ કરીને યુવકને વિડિયો વાઇરલ ન કરવા માટે એનાથી પૈસા માગ્યા. જે પછી મહિલાએ યુવક પાસેથી સાત વાર રૂ. 66,000 ટ્રાન્સફર કરાવ્યા. જેને પગલે સાઇબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ દાખલ કરવામાં આવી.

પ્રાપ્ત માહિતી અનુસાર  નવા વાડજ વિસ્તારમાં રહેતા અને ક્રેડિટ કાર્ડ કંપનીમાં કામ કરતા યુવકને મે મહિનામાં એક યુવતીનો વિડિયો કોલ આવ્યો હતો, જેમાં યુવતીએ એ વિડિયો કોલ યુવકને બતાવ્યા વગર વિડિયો કોલ રેકોર્ડ કરી લીધો હતો. કેટલાક દિવસો પછી એ મહિલાનો ફોન આવ્યો અને તેણે યુવકને એ વિડિયો વિવિધ સોશિયલ મિડિયા સાઇટ્સ પર અપલોડ ન કરવા માટે પૈસાની માગ કરી હતી.  જે પછી યુવકને સાત વાર મહિલાને નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં.