અમદાવાદ એરપોર્ટના રનવે પર નીલગાય, કલાક ટ્રાફિક ખોરવાયો

અમદાવાદ– અમદાવાદ એરપોર્ટ અગાઉ ગાય આવી હતી, સાપ પણ નીકળ્યાં હતાં, હવે ગત મોડી રાતે એરપોર્ટ પર નીલ ગાય આવી ગઈ હતી, અને નીલ ગાય રન વે પર ફરતી હતી, જેથી એરપોર્ટના સત્તાવાળાઓએ ફ્લાઈટનું આવાગમન અટકાવી દીધું હતું. અને રનવે પર ટ્રાફિક એક કલાક સુધી ખોરવાયો હતો. બુધવારે રાત્રે અઢી વાગ્યે એરપોર્ટના રનવે પર નીલ ગાય આવી ગઈ હતી, જેને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અરપોર્ટ ઓથોરિટીએ ભારે દોડધામ કરીને ફ્લાઈટનો ટ્રાફિક અટકાવી દીધો હતો. નીલ ગાયને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ અને સીઆઈએસએફના જવાનોની મદદ લેવાઈ હતી.

અમદાવાદ એરપોર્ટના સત્તાવાળાઓએ તપાસના આદેશ આપ્યા છે, રીપોર્ટ આવશે પછી ચોક્કસ પગલા લેવાશે.