નવી દિલ્હી/અમદાવાદ– કેન્દ્ર સરકાર દેશમાં 300 નવી સરકારી પોલિટેકનિકનો પ્રારંભ કરી રહી છે, જેમાંથી ગુજરાત રાજયમાં 5 નવી પોલિટેકનિકનો પ્રારંભ થશે. નવી સરકારી પોલિટેકનિક ગુજરાતના નર્મદા, તાપી, જૂનાગઢ, ખેડા અને નવસારી જિલ્લામાં સ્થપાશે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં નવી પોલિટેકનિક માટે રૂ.32.12 કરોડના અનુદાનની ફાળવણી કરી દેવામાં આવી છે.અત્યારે દેશમાં 3,719 સરકારી પોલિટેકનિક અસ્તિત્વમાં છે, જેમાંથી 132 ગુજરાતમાં આવેલી છે. કેન્દ્રીય કૌશલ્ય સંવર્ધન અને ઉદ્યોગ સાહસિકતા રાજ્ય કક્ષાના પ્રધાન અનંતકુમાર હેગડે દ્વારા આ માહિતી રાજયસભામાં તા. 25 જુલાઈ 2018ના રોજ રાજયસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.
11મી પંચવર્ષિય યોજના દરમ્યાન “નવી પોલિટેકનિક સ્થાપના” યોજના અંતર્ગત “સબમિશન ઓન પૉલીટેક્નિક્સ અન્ડર કોર્ડિનેટેડ એકશન્સ ફોર સ્કીલ ડેવલપમેન્ટ” નું આયોજન કરવામાં આવેલું હતું. વર્ષ 2017માં આ યોજનાને માનવસંસાધન મંત્રાલય તરફથી કૌશલ્ય સંવર્ધન અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયને સોંપવામાં આવી હતી.
નથવાણી દેશમાં કુલ કેટલી સરકારી પોલિટેકનિકો આવેલી છે અને સરકાર દ્વારા રાજયવાર કેટલી નવી પોલીટેકનિકો શરૂ કરવાની વિચારણા છે? અને તે માટે કેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે તે અંગે જાણવા માંગતા હતા.
જવાબ આપતાં હેગડેએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા રાજય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારને એકવખતની આર્થિક સહાય યોજના અંતર્ગત પ્રતિ પૉલિટેકનિક રૂ.12.30 કરોડનું અનુદાન આપવામાં આવે છે. નવી પોલિટેકનિક દેશનાં 300 અપૂરતી સેવા ધરાવતા અથવા સેવા નહિં ધરાવતા જિલ્લાઓમાં સ્થપાશે. સૌથી વધુ સરકારી પોલિટેકનિકો જે રાજયોમાં ફાળવાયા છે,તેમાં ઉત્તરપ્રદેશમાં 41અને બિહારમાં 34 છે.