ગીરઃ 50 જેટલા સિંહબાળનો જન્મ થવાની વન વિભાગે દર્શાવી શક્યતા

0
1176

ગીર-સોમનાથઃ ગીર એક એવી જગ્યા છે જ્યાં સિંહદર્શનની સાથે પ્રકૃતિ દર્શનનો લહાવો પણ મળે છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ગીરના અભ્યારણ્યમાં સિંહદર્શન માટે જતા હોય છે. જૂનાગઢમાં આવેલું આ ગીરનું અભ્યારણ્ય એક એવી જગ્યા છે જ્યાં એશિયાટિક સિંહોનો વસવાટ છે. અને એટલા માટે જ દેશવિદેશના પર્યટકો સિંહદર્શન માટે  આવતાં હોય છે.

ત્યારે સાસણ ગીરમાં આ વર્ષે 15 જેટલા સિંહ બાળનો જન્મ થયો છે. તો સીઝન પૂર્ણ થતાં જ 50 જેટલા સિંહબાળ લોકોને જોવા મળશે તે પ્રકારનું અનુમાન વનવિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે.

ગુજરાત અને દેશના ગૌરવ સમાન એશિયાટિક લાયનની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે તે પણ એક આનંદની વાત છે. ત્યારે 15 જેટલા સિંહ બાળનો જન્મ થવાને લઈને સિંહ પ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.