અરુણ જેટલીએ કરી જાહેરાતઃ CM રુપાણી Dy.CM નિતીન પટેલ રીપીટ

ગાંધીનગર– ગુજરાતની 14મી વિધાનસભાનો રથ સીએમ વિજય રુપાણી ડેપ્યૂટી સીએમ નિતીન પટેલના સહકારમાં ખેંચશે તેની સત્તાવાર જાહેરાત કેન્દ્રીય નિરીક્ષક અરુણ જેટલીએ કરી છે.CM રુપાણીની પ્રતિક્રિયાઃ ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે આપના આશાઅપેક્ષા અને સ્વપ્ન પૂરાં કરશું, કોંગ્રેસની નકારાત્મકતાને નકારીને જનતાએ વિકાસને પસંદ કર્યો તેનો આભાર, અમે બંને પહેલાંની જેમ સાથે મળીને અમારી ટીમ સાથે રોલમોડેલની યાત્રા આગળ વધારીશું.ડે.સીએમ નિતીન પટેલની પ્રતિક્રિયાઃ હાઇકમાન્ડે અમારા પર ભરોસો મૂક્યો, વિકાસની ગાથા યથાવત રહેશે, હવે સરકાર રચવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે

નવા સીએમ અને ડેપ્યુટી સીએમના નામની જાહેરાતના વધામણા

કોબામાં આવેલ ભાજપ પ્રદેશ કાર્યલયમાં ભાજપના નવા ચૂંટાયેલ ધારાસભ્યોની આજે બપોરે 3.30 બેઠક શરુ થઇ હતી છે. કેન્દ્રીય નિરીક્ષક તરીકે દિલ્હીથી પીએમ મોદીએ આપેલી ચિઠ્ઠી સાથે અરુણ જેટલી, સરોજ પાંડે અમદાવાદ આવી કમલમ ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં પહેલાં કોર કમિટીના સભ્યો બેઠક કરી હતી.  બાદમાં નવા ચૂંટાયેલા 99 ધારાસભ્યો સાથેની બંધબારણે બેઠક કરી હતી. આખરે પાંચ વાગવામાં થોડી મિનિટ બાકી હતી ત્યારે નવા સીએમ તરીકે જૂની જોડી જ રીપીટ કરાયાંની સત્તાવાર જાહેરાત કરી હતી. હે આગામી કલાકોમાં  નવા સીએમની આગેવાની હેઠળ નવી સરકાર રચવાનો દાવો કરવામાં આવશે.પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે પત્રકારો સાથે વાર્તાલાપ દરમ્યાન જણાવ્યુ હતુ કે દેશના ઇતિહાસમાં પ્રથમવાર સૌથી વધુ શાસન કરવા માટે ગુજરાત રાજ્યની જનતાએ છઠ્ઠીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપને સેવા કરવાનો મોકો આપ્યો છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ચૂંટણી પ્રભારી અને નાણાંપ્રધાન અરૂણ જેટલીજી અને રાષ્ટ્રીય મહામંત્રી સરોજ પાંડેને વિધાનસભાના નેતા ચૂંટવાની પ્રક્રિયા માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કરેલ છે.