આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદીની બાયોપિકનો ખાસ શૉ, સીએમ રહેશે હાજર

અમદાવાદ- લોકસભાની ચૂંટણીના સમયે પીએમ નરેન્દ્ર મોદી પરની ફિલ્મને ચૂંટણી પંચે અટકાવી હતી, પણ હવે જ્યારે એક્ઝિટ પૉલ આવી ગયાં છે. એક્ઝિટ પૉલમાં પણ ફીર એક બાર મોદી… સરકાર આવશે, હવે નરેન્દ્ર મોદી પરની બાયોપિક ફિલ્મ નરેન્દ્ર મોદીનો 21 મેને મંગળવારે અમદાવાદમાં પ્રિમિયર શો રખાયો છે, જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નરેન્દ્ર મોદીનો રોલ કરનાર અભિનેતા વિવેક ઓબેરોય ઉપસ્થિત રહેનાર છે. સાથે જ ભાજપના સંગઠન હોદ્દેદારો પણ આ ફિલ્મ માણશે.નરેન્દ્ર મોદી પરની ફિલ્મના પોસ્ટરની ટેગલાઈન પણ બદલાઈ છે આ રહે હૈ દોબારા પીએમ નરેન્દ્ર મોદી… અબ કોઈ રોક નહીં સકતા… વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનકવન પર બનેલી ફિલ્મ લોકસભાની ચૂંટણી સમયે રીલીઝ થવાની હતી. પણ કોંગ્રેસ અને અન્ય વિપક્ષોએ વાંધો ઉઠાવ્યો હતો, જેને પગલે ચૂંટણી પંચે રીલીઝ અટકાવી હતી. હવે તેને કોઈ રોકી નહીં શકે, જેથી પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ દેશમાં 24 મેના રોજ રીલીઝ થઈ રહી છે, અને અમદાવાદમાં 21 મેના રોજ પ્રિમિયર શો યોજવામાં આવ્યો છે.આ ખાસ સ્ક્રિનિંગ સમયે સીએમ વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે. નરેન્દ્ર મોદીનો રોલ કરનાર અભિનેતા વિવેક ઓબેરોય પણ આ અવસરે ઉપસ્થિત રહેશે. નરેન્દ્ર મોદી ફિલ્મના પ્રિમિયર શોમાં પ્રોડયુર આનંદ પંડિત અને સંદીપ સિંઘ પણ ઉપસ્થિત રહેશે. નરેન્દ્ર મોદીની ફિલ્મ રીલીઝ થવાની ડેટ જાહેર થતાંની સાથે મોદી ફેનમાં ખાસ્સો ઉત્સાહ જોવાયો છે.     

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]