કોંગ્રેસના એક ડઝનથી વધુ નેતાઓ ભાજપમાં જોડાયા

રાજકોટઃ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે  એક પછી એક કોંગ્રેસ નેતાઓને પાર્ટીમાં આવકારવાનું શરૂ કર્યુ છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં એકસાથે 15થી વધુ સભ્યો ભાજપમાં સામેલ થયા છે. ગાંધીનગરના ભાજપના હેડક્વાર્ટર કમલમમાં કોંગ્રેસ માટે વેલકમ પાર્ટી યોજાઈ હતી, જેમાં આ તમામ કોંગ્રેસી સભ્યોને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા.   

રાજ્યમાં ભાજપ વધુ ને વધુ મજબૂત બનાવવા માટે કોંગ્રેસમાંથી નેતાઓને ભેળવવામાં આવી રહ્યા છે.  રાજ્યમાં કોંગ્રેસ ઉત્તરોઉત્તર નબળી પડી રહી છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

ભાજપના કમલમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પક્ષમાં જોડાયા છે, ભરત બોઘરાએ આ આખુ ઓપરેશન પાર પાડ્યું હતું. રાજકોટ જિલ્લા પંચના કોંગ્રેસના પાંચ સભ્યો ભાજપમાં જોડાયા છે. જેમાં અર્જુન ખાટરિયા, શારદા ધડુક જેવા દિગ્ગજો પણ સામેલ છે, જે ભાજપમાં જોડાયા છે, આ ઉપરાંત ગીતા ચાવડા, મીરા ભળોડિયા ભાજપમાં જોડાયા છે, ગીતા સોમાણીએ કોંગ્રેસ છોડી કેસરિયો ધારણ કર્યો છે. કોટડાસાંગાણી તાલુકા કોંગ્રેસના પ્રમુખ બાબુ સાવલિયા ભાજપમાં જોડાયા છે. વીંછિયા તાલુકા પંચના કોંગ્રેસના પાંચ સભ્યો ભાજપમાં જોડાયા છે. જસદણ તાલુકા પંચના કોંગ્રેસના બે સભ્યો ભાજપમાં જોડાયા છે. કોટડાસાંગાણી તાલુકા પંચના કોંગ્રેસના બે સભ્યો ભાજપમાં જોડાયા છે. ગોંડલ તાલુકા પંચના કોંગ્રેસના એક સભ્ય ભાજપમાં જોડાયા છે. પડધરી અને ધોરાજી તાલુકા પંચના ચાર સભ્યો ભાજપમાં જોડાયા છે. ઉપલેટા તાલુકા પંચના કોંગ્રેસના ત્રણ સભ્યો ભાજપમાં જોડાયા છે. સહકારી મંડળીઓના કોંગ્રેસના 15 સભ્યો ભાજપમાં જોડાયા છે. કોટડાસાંગાણી તાલુકા સંઘના ચેરમેન, ડિરેક્ટર ભાજપમાં જોડાયા છે. રાજકોટ દૂધ ડેરીના ડિરેક્ટર ભાજપમાં જોડાયા છે. રાજકોટ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર ભાજપમાં જોડાયા છે. રાજકોટ જિલ્લા પંચના ભૂતપૂર્વ પ્રમુખ અલ્પાબહેન ખાટરિયા ભાજપમાં જોડાયાં છે.