Monsoon Update: 24 કલાકમાં 154 તાલુકામાં નોંધાય મેઘ મહેર

ગુજરાતમાં પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા, રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદ થાવાની શક્યાતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભાગોમાં ક્યાંક હળવાથી મધ્યમ તો ક્યાંક ભારેથી ભારે વરસાદની સંભાવના છે. એટલે કે, રાજકોટમાં સૌથી પ્રખ્યાત અને ધામધૂમથી ઉજવાતા સાતમ-આઠમના તહેવારમાં વરસાદનું વિઘ્ન આવી શકે છે. આજે પણ રાજ્યના 154થી વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં સૌથી વધુ બનાસકાંઠાના વડગામાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. 

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (24મી ઑગસ્ટ) ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલવશે. જેમાં દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.    

 

ગાંધીનગરના ભાઈજીપુરા રોડ પર મેટ્રોની કામગીરીના કારણે પતરાની દિવાલો ઉભી કરાઈ હોવાથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા સર્જાતા પાણી ભરાયા. જેનાં કારણે અનેક વાહનો પાણીમાં ફસાઈ જતા ઈન્ફોસિટી પોલીસ મથકના પીએસઆઇ વી.જી. પરમાર સહિતની ટીમ જેસીબી સાથે રોડ પર ઉતરી ગયા હતા અને બસ, કાર, રીક્ષા સહીતના વાહનોને પાણીની બહાર કાઢ્યા હતા. તો બીજી બાજું ઉપરવાસમાં વધુ વરસાદના કારણે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કંજેટા ગામથી પસાર થતી પાનમ નદીમાં પુર આવ્યું છે. અચાનક આવેલા પુરમા ત્રણ જેટલા લોકો ફસાયા હતા. વહીવટી તંત્ર સહિત પોલીસ તેમજ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી તમામ લોકોને રેસ્ક્યૂ કરી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે.