જેણે દેશને લૂંટ્યો છે તે સાંભળી લે મોદી બધું કઢાવીને રહેશે

વલસાડઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વલસાડ જિલ્લાના ધરમપુરના માલનપાડા વિસ્તારમાં એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. અહીં સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યાં હતાં. વડાપ્રધાને જણાવ્યું કે કોંગ્રેસે માત્ર પૈસાની જ ખેતી કરી છે અને સાથે જ જણાવ્યું કે નોટબંધીથી કોંગ્રેસને કમાઉ દીકરો ગુમાવ્યાં જેટલું દુઃખ થયું છે.

પીએમ નરેન્દ્ર મોદીના સંબોધનના અંશ

  • ધરમપુરમાં 200થી વધારે લોકોને હું નામથી ઓળખું છું
  • કોંગ્રેસે હવે લાજશરમ છોડી દીધી છે, ગુજરાતને બદનામ કરનારા લોકોને તમારે સજા કરવાની છે
  • સવા સો કરોડ દેશવાસીઓ અમારા હાઈકમાન્ડ
  • ચિરંજીવી, ખિલખિલાટ અને 108 જેવી સુવિધાથી લોકોને ફાયદો
  • કોંગ્રેસે રાજ્યસભામાં ઓબીસી બિલને અટકાવી દીધું
  • ઓબીસીના નામે કોંગ્રેસ માત્ર જૂઠાણું ચલાવે છે, વર્ષો સુધી કોંગ્રેસે ઓબીસી સાથે કર્યો અન્યાય
  • કોંગ્રેસે માત્ર નોટોની જ ખેતી કરી છે
  • નોટબંધીથી કોંગ્રેસને કમાઉ દીકરો ગુમાવ્યાં જેટલું દુઃખ
  • જે લોકોએ દેશને લૂંટ્યો છે તે સાંભળી લે મોદી બધું કઢાવીને રહેશે
  • દેશના પાઇ પાઇ પર દેશના સામાન્ય નાગરિકો આદિવાસી, દલિતો, ગરીબો અને ખેડૂતોનો હક છે.
  • છાપામાં ક્યાંય વાંચ્યું કે મોદી તેના પરિવારમાં આટલું લઈ ગયાં
  • ગુજરાતની જનતા ભોળી નથી કે છેતરાઈ જાય
  • મુસ્લિમ લોકો પણ કોંગ્રેસની નીતિ જાણી ગયાં છે
  • વિકાસની આડે આવનારાઓને ગુજરાત માફ નહીં કરે.
  • તમારા હકો લૂંટનાર કોંગ્રેસને સજા થવી જોઇએ.
  • વાંસને ઝાડ કહેવાય કે ઘાસ કહેવાય તેની તેમને ખબર નથી
  • પહેલાં વાંસ કાપવા માટેના બે કાયદા હતાં
  • અમૂક લોકો વાંસ કાપે તો ઘાસ ગણાવી દેતાં અને બીજું કોઈ કાપે તો ઝાડ ગણાવી જેલમાં મોકલતાં
  • અમે કાયદામાં સુધારો કર્યો અમે કાયદો લાવ્યાં છીએ કે વાંસ ઝાડ નહીં પણ ઘાસ છે
  • હવે આદિવાસી ભાઈઓ વાંસને કાપી પણ શકશે અને બજારભાવે તેને વેચી પણ શકશે.