પ્રજ્ઞાચક્ષુ બાળાઓ બનાવી રહી છે સુંદર રાખડી

અમદાવાદઃ ભગવાને જેને કંઈક ખોટ આપી હોય છે તેને ચોક્કસપણે કંઈક ભેટ પણ આપી જ હોય છે. જે લોકો સ્પેશિયલ ચાઈલ્ડ હોય તેનામાં પણ કેટલીક એવી ખૂબીઓ તો ઈશ્વરે મુકી જ હોય છે કે તે કંઈક અલગ કરી શકે છે. આવું જ કંઈક કામ કરી રહી છે અમદાવાદના મેમનગર વિસ્તારમાં માનવ મંદિર પાસે આવેલા અંધ કન્યા પ્રકાશ ગૃહની પ્રજ્ઞાચક્ષુ બાળાઓ. આ બાળાઓ સુંદર મઝાની રાખડીઓ બનાવીને તેનું વેચાણ કરી રહી છે. આશરે 20 પ્રજ્ઞાચક્ષુ બાળાઓ સુંદર મજાની અને અલગ અલગ વેરાયટી વાળી રાખડીઓ તૈયાર કરી રહી છે. આ લોકો રોજની 900થી વધારે રાખડીઓ બનાવે છે.

ફેબ્રુઆરી મહિનાની શરુઆતથી જ રાખડીઓ બનાવવાનું ચાલુ કારીને રક્ષાબંધન સુધીમાં લગભગ 70 હજાર રાખડીઓ બનાવીને જાતેજ વેચાણ પણ કરે છે, અને સંસ્થા દ્વારા ઓર્ડર લઈને આ રાખડીઓ ભારત તથા ભારતની બહાર અને બીજા શહેરોમાં કુરીયરથી મોકલી આપવામાં પણ આવે છે. “અંધ કન્યા પ્રકાશ ગ્રુહ” વર્ષ દરમ્યાન દરેક સીઝન પ્રમાણે ને અલગ અલગ પ્રવૃતિઓ કરે છે.