અમદાવાદઃ આ વર્ષે યોજાનાર 2024ની લોકસભા ચૂંટણીને લઈને ભાજપે ગુજરાતમાં ચૂંટણીઝુંબેશ શરૂ કરી છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાને હસ્તે લોકસભાની 26 બેઠકોના ભાજપના મધ્યસ્થ કાર્યલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જે.પી નડ્ડાએ લોકસભાની ચૂંટણી માટે ભાજપના પ્રથમ ઉમેદવારની નામની પણ જાહેરાત કરી છે. છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો જીતી છે. આ વખતે પણ ભાજપાધ્યક્ષે રાજ્યની બધી સીટો જીતવાનો દાવો કરતાં જણાવ્યું હતું રાજ્યની બધી સીટો પર કેસરિયો લહેરાશે.
ભાજપે 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં તૈયારીઓ તેજ કરી દીધી છે અને તમામ લોકસભા બેઠકો જીતવા એક્શન પ્લાન પણ તૈયાર કરી લીધો છે. આ સાથે જ સંગઠનને મજબૂત બનાવીને પાર્ટીએ ત્રણ સભ્યોને ચૂંટણીને લઈને મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવી છે જેમાં ઓબીસી મોરચાના અધ્યક્ષ મયંક તરીકે નાયક, ગાંધીનગર બેઠકના સંયોજક તરીકે ધારાસભ્ય હર્ષદ પટેલને જવાબદારી સોંપાઈ હતી જ્યારે સહસંયોજક તરીકે અમદાવાદ જિલ્લાના મહામંત્રી નવદીપ ડોડીયાને જવાબદારી આપવામાં આવી હતી.
Addressing the inauguration ceremony of the Gandhinagar LokSabha Constituency Karyalaya in Ahmedabad, Gujarat. https://t.co/HEaZ0TIp3e
— Jagat Prakash Nadda (@JPNadda) January 23, 2024
આ સાથે રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ સામે લોકસભા બેઠકનું મધ્યસ્થ કાર્યલય ખોલવામાં આવ્યું હતું, જેમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભામાં એક બેઠકમાંથી 156 બેઠકો સુધી પહોંચી ગયા છીએ અને કોંગ્રેસની ઘણી વિકેટો ખરી છે અને હજુ પણ ખરશે અને કોંગ્રેસનાં મૂળિયાં રાજ્યમાંથી ઉખેડવાનાં છે.