અમદાવાદ: બોલિવુડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગનો કેસ ખુબ ચર્ચામાં આવ્યો હતો. જે બાદ મુંબઈ પોલીસે ગણતરીના કલાકોમાં ફાયરિંગ કરનારા આરોપીઓને ગુજરાતના કચ્છમાંથી ઝડપી પાડ્યા હતા. કચ્છમાંથી આરોપીયોની ધરપકડ બાદ ગૈંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના કચ્છ કનેક્શન સામે આવ્યા છે. ગુજરાત પોલીસે મુંબઈ ક્રાઈમ બ્રાંચ સાથે મળીને ગુનેગારો પકડવા બદલ ગુજરાતના DGP એ ગુજરાત પોલીસની વાહ વાહ કરી હતી. ત્યારે બીજી બાજુ પોલીસની ચિંતામાં વધારો થયો. આ અઉગા પણ ગૈંગસ્ટર લૉરેન્સના કચ્છ સાથે કનેક્શન હોવાનું સામે આવી ચૂક્યું છે. ત્યારે ફરી એક વાર આરોપીઓનું ગુજરાતના કચ્છમાંથી ઝડપાવવાથી મુદ્દો વધુ ગરમાયો છે. આ અગાઉ કચ્છ નલિયામાં લૉરેન્સ સામે પાકિસ્તાનથી કરોડો રૂપિયાનો ડ્રગ્સ મંગાવવાનો કેસ દાખલ થયો હતો.
મામલો શું હતો?
થોડા દિવસો પહેલા સલામાન ખાનના ઘરની બહાર બે વ્યક્તિઓ એ ફાયરિંગ કર્યું હતું. જે બાદ બંને આરોપીઓને પકડવા માટે મુંબઈ પોલીસ એક્શનમાં આવી હતી. મુંબઈ ક્રાઈબ બ્રાન્ચે 16 એપ્રિલના જણાવ્યું હતું કે બે આરોપીઓની ઘરપકડ ગુજરાતના કચ્છમાંથી કરવામાં આવી છે. આ ઉપરાંત મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે ઘટના બાદ પોલીસે ગુજરાત પોલીસની મદદથી બે આરોપીઓ વિક્કી ગુપ્તા ઉમર વર્ષ 24 અને સાગર પાલ ઉમર વર્ષ 21 ની ધરપકડ કરી હતી. ઓરોપીઓની પુછપરછ હાથ ધરવામાં આવી છે. આ અગાઉ પણ કુખ્યાત ગૈંગસ્ટ લૉરેન્સ દ્વારા સલમાન ખાનને મારી નાખવાની ઘમકીઓ મળી હતી.
શું કચ્છમાં છે લૉરેન્સના સ્લીપર સેલ?
લોરેન્સ બિશ્નોઈના ડ્રગ્સ કેસ ઉપરાંત કચ્છ કનેક્શન અગાઉ પણ બે વખત સામે આવ્યા છે. પંજાબી સિંગર અને રેપર સિદ્ધુ મૂઝેવાલાની હત્યા બાદ પણ કચ્છના મુંદ્રામાંથી કેટલીક ધરપકડ કરવામાં આવી હતી. કરણી સેનાના નેતા સુખદેવ ગોગામેડીની હત્યામાં પણ હુમલાખોરો કચ્છમાં છુપાયા હોવાનું બહાર આવ્યું હતું. આવા સંજોગોમાં સલમાન ખાનના બે શૂટર કચ્છમાં છુપાયા બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી છે. જેમાં લોરેન્સ બિશ્નોઈનો કચ્છમાં કોઈ સ્લીપર સેલ છે કે કેમ તે અંગ વધુ તપાસ હાથ ધરશે. સલમાનના શૂટરોની ધરપકડ કરવા પર, ડીજીપી વિકાસ સહાયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે એસપી ભુજ, તેમની ટીમ અને ખાસ કરીને એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાંચ)ની ટીમ દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી છે. જેમણે મુંબઈમાં સલમાન ખાનના ઘરે ગોળીબારની ઘટનામાં આરોપીઓને પકડવા માટે મુંબઈ પોલીસ સાથે સંકલન કર્યું હતું. તમામ પોલીસ સ્ટાફને યોગ્ય પુરસ્કાર આવશે છે.