નિત્યાનંદ કેસમાં નવા ખુલાસાઓઃ મહિલા અને બાળ આયોગને પણ રિપોર્ટ સોંપાયો

અમદાવાદઃ દક્ષિણ ભારતના વિવાદાસ્પદ આધ્યાત્મ ગુરુ સ્વામી નિત્યાનંદનો અમદાવાદ શહેરની અડીને આવેલા હિરાપુરમાં નવો બનેલો આશ્રમ વિવાદમાં છે. અમદાવાદ શહેરના હાથિજણ નજીકના હિરાપુર ગામની સીમમાં ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં 10 મહિના પહેલાં જ શરૂ થયેલો સ્વામી નિત્યાનંદનો યોગીની સર્વાજ્ઞપીઠમ આશ્રામ વિવાદમાં આવ્યો છે. બેગ્લૂરુથી આવેલા એક દંપતિએ સ્વામી નિત્યાનંદના આશ્રામમાં તેઓની બે દીકરીઓનો જબરદસ્તી ગોંધી રાખ્યાનો અને એક દીકરી ઉપર બળાત્કાર કર્યાનો આક્ષેપ સાથે અમદાવાદમાં ધામા નાંખ્યા છે.

નિત્યાનંદ આશ્રમમાં વિવાદનો મામલામાં રોજબરોજ નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. પીડિત પરિજનોના સમર્થનમાં કરણી સેના આવી ગઇ હતી. પીડિચ પરરિવારના લોકોએ ગુજરાત હાઇકોર્ટમાં ધા પણ કર્યો છે. પોલીસ પણ આ મામલે નમતુ જોખી રહી નથી. આ મામલામાં રોજબરોજ પોલીસ નિત્યાનંદ આશ્રમમાં પહોંચી તપાસ કરી રહી છે. ત્યારકે હવે આ મામલે નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં SP અને IGને બોલાવ્યા હતા. આ મામલે DGP શિવાનંદ ઝાએ SP અને IG સાથે બેઠક હતી અને સમગ્ર મામલે DGPએ વિસ્તૃત અહેવાલ માગ્યો છે. ગુમ થયેલી બંને યુવતીને તાત્કાલિક શોધવા સૂચના આપી દેવાઇ છે.

આ સાથે જ હવે તંત્ર પણ નિત્યાનંદ આશ્રમને લઇ હરકતમાં આવી ગયું છે. નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં તંત્ર હરકતમાં આવતા આ કેસમાં ગણા ખુલાસાઓ થાય તેવું પણ લોકો અનુમાન લગાવી રહ્યા છે. તંત્ર દ્વારા બે યુવતી ગુમ થવા મુદ્દે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા એવું પણ જાણકારી આપવામાં આવી છે કે, હાથીજણ સ્થિત આશ્રમનું કોઈ સરકારી ચોપડે રજીસ્ટ્રેશન નથી. આશ્રમનું ગુજરાતમાં રજીસ્ટ્રેશન નથી થયું. આ મામલે જિલ્લા વહીવટીતંત્રએ સરકારને રિપોર્ટે પણ સોંપ્યો છે. મહિલા આયોગ, બાળ આયોગને પણ રિપોર્ટ સોંપાયો છે. આશ્રમમાં રહેતા 30 બાળકોના અભિપ્રાય લેવાયા છે. હાલમાં તંત્ર દ્વારા ગુજરાત બહાર રજીસ્ટ્રેશન અંગે તપાસ કરવામાં આવી રહી છે.