અમદાવાદના તપન ગોલ્ડપેલેસ, ગૌતમ ઓર્નો તથા યોગી જ્વેલર્સમાં દરોડા, હોલમાર્કનો દુરુપયોગ

અમદાવાદ- ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓએ બિન અધિકૃત હોલમાર્ક, લાયસન્સની એકત્રિત સૂચના આધારે માણેકચોક અમદાવાદમાં ત્રણ આભૂષણના શૉ રૂમ – તપન ગોલ્ડ પેલેસ, ગૌતમ ઓર્નો તથા યોગી જ્વેલર્સમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન મોટા જથ્થામાં ભારતીય માનક બ્યૂરોને હૉલમાર્કનો દૂરઉપયોગ કરેલો જોવા મળ્યો હતો. નકલી હૉલમાર્ક વાળા આશરે 1.7 કિલોગ્રામ સોનાના આભૂષણો જપ્ત કરવામાં આવ્યા હતાં.
આ ઉત્પાદન ભારત સરકાર દ્વારા અધિસૂચિત અનિવાર્ય પ્રમાણને અંતર્ગત આવે છે જેમાં, એ સમાવિષ્ટ છે કે કોઈપણ વ્યક્તિ ભારતીય માનક બ્યૂરો પાસેથી માનક ચિન્હ – હૉમમાર્કના લાયસન્સ વિના બહુમુલ્ય ધાતુઓ – ઘરેણા કે વસ્તુઓ પર હૉલમાર્કના ચિન્હનો ઉપયોગ કરી શકે નહીં. ભારતીય માનક બ્યૂરોની પૂર્વ અનુમતિ વગર માનક ચિન્હનો ઉપયોગ કરનાર સામે ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2006ની કલમ 17(3),ના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનો દંડનીય છે, જે અંતર્ગત 2 વર્ષની કારાવાસની સજા અથવા 2,00,000નો આર્થિક દંડ અથવા અથવા બંનેની જોગવાઈ છે.

લોકો સાથે છેતરપિંડી કરવા આ પ્રકારે હૉલમાર્કનો દૂરૂપયોગ થતો હોય છેજે કોઈપણ વ્યક્તિ પાસે ભારતીય માનક બ્યૂરોના પ્રમાણિત ચિન્હના દુરપયોગની માહિતી હોય તે એ અંગે પ્રમુખભારતીય માનક બ્યૂરોઅમદાવાદ શાખા કાર્યાલયત્રીજે માળનવજીવન અમૃત જયંતિ ભવનગુજરાત વિદ્યાપીઠની પાછળઆશ્રમ રોડઅમદાવાદ-380014. (ટેલિફોન – 27540317)ને જાણ કરી શકે છેફરિયાદને ahbo@bis.gov.in અથવા eng@bis.gov.in પર ઈમેઈલ પણ કરી શકાય છેઆ પ્રકારની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.