ગાંધીનગરઃ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે રાજયના કચ્છની ખાડીના વાડીનારમાં બે દિવસીય નેશનલ લેવલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝ (NATPOLREX-IX) – અભ્યાસ શરૂ કર્યો છે, આ અભ્યાસ શનિવારે પૂરો થશે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા વાડીનાર તટથી દૂર આ અભ્યાસ એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમુદ્ધી પ્રદૂષણ પ્રતિક્રિયા તંત્રના વિવિધ પાસાંઓનું પરીક્ષણ કરે છે, જે કોઈ પણ સમુદ્રી લીકેજને લીધે થતા પ્રદૂષણ આકસ્મિકતાઓને પહોંચી વળવા માટે સંસાધનની એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરે છે.
ડિરેક્ટર જનરલ રાકેશ પાલ અને અન્ય સિનિયર અધિકારીઓ પણ સમુદ્રમાં થતા પ્રદૂષણ સામે લડવા માટે જવાબદાર સ્ટેકહોલ્ડરોની સાથે અભ્યાસમાં ભઆગ લઈ રહ્યા છે.ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે હાલમાં જ દરિયાકિનારાની સુરક્ષા –સાગર કવચ માટે 21-23 નવેમ્બરે સમીક્ષા કરવા માટે અને આંદામાન અને નિકોબારની સુરક્ષા માટે અભ્યાસનું આયોજન કર્યું હતું.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ગયા વર્ષ 19-20 એપ્રિલે મોર્મુગાઓ, હાર્બર, ગોવામાં નેશનલ લેવલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝની આઠમી આવૃત્તિનું આયોજન કર્યું હતું, જેનો કોડનેમ NATPOLREX-VIII હતું.નેશનલ લેવલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝની આઠમી આવૃત્તિમાં 50 એજન્સીઓઓના 85થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો, જેમાં 22 દેશોના 29 વિદેશી ઓબ્ઝર્વર્સ હતા તેમ જ એમાં શ્રીલંકા અને બંગલાદેશના બે કોસ્ટ ગાર્ડ શિપ પણ સામેલ હતા.