ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો વધ્યો કહેર..

ગાંધીનગર શહેર અને જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. ગત શનિવારના રોજ ગાંઘીનગરમાંથી 10 મહિનાની બાળકીમાંથી ચાંદીપુરા વાયરસના લક્ષણો મળી આવ્યા હતા. જેના સેમ્પલ મોકલવા સહિત બાળકીની સઘન સારવાર બાદ, બાળકીનું મોત નિપજ્યું હતું. ત્યારે બીજી બાજું દહેગામના લવાડમાંથી નવ વર્ષના બાળકને શંકાસ્પદ લક્ષણો જણાતા દાખલ કરવામાં આવ્યો છે.

સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વયરસનો કહેર વરતાય રહ્યો છે. સેન્ડ ફ્લાયથી ફેલાતા આ ચાંદીપુરા વાયરસ સામાન્યરીતે 14 વર્ષ સુધીના બાળકોને જ થાય છે ત્યારે બાળકોને માખી મચ્છરો કરડે નહીં તેની ખાસ કાળજી લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવે છે.

મળતી માહિતી અનુસાર હાલ સુધીમાં ચાંદીપુરા વાયરસના 84 શંકાસ્પદ કેસ નોંધવામાં આવ્યા છે. જેમાંથી 36 બાળદર્દીઓના મૃત્યુ થઈ ચૂક્ય છે. કેટલાક બાળદર્દીઓ ICU હેઠળ સારવાર લઈ રહ્યા છે. ત્યારે આ અગાઉ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાનાં દાખલ થયેલા કુલ 7 કેસનાં સેમ્પલ NIV પુણે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જે પૈકી 2 કેસનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 5 કેસનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જે બે કેસ પોઝિટિવ આવ્યા તે પૈકી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની 2 વર્ષની બાળકી હાલ સારવાર હેઠળ છે પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ ઘોઘંબા તાલુકાના જીંજરી ગામે રહેતી એક 11 મહિનાની બાળકીનું વડોદરા એસએસજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું.