બિનઅનામત વર્ગની જાતિઓની યાદીમાં નવી જાતિઓ-પર્યાયવાચી શબ્દોનો સમાવેશ કરાયો

ગાંધીનગર- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા બિનઅનામત વર્ગની જાતિઓ નક્કી કરવાના હેતુથી બિનઅનામતવર્ગની જાતિઓની યાદીમાં નવી જાતિઓ અને પર્યાયવાચી શબ્દોનો સમાવેશ કરવામાં
આવ્યો છે.

જે મુજબ પરિશિષ્ટ-ચમાં A- બિનઅનામત હિન્દુ જાતિઓમાં પર્યાયવાચી શબ્દો/નવી જાતિઓ ઉમેરવામાં આવી છે. જેમાં 13-A. રાજપૂત ગરાસિયા, ગરાસિયા, હિન્દુ દરબાર (જે SEBC/OBCમાં ન હોય તે)42-A. ભાનુશાળી, ભાનુશાલી, કચ્છી ભાનુશાલી, સિંધી ભાનુશાલી, હાલારી ભાનુશાળી 42-B. કંસારા, 42-C મોઢ પટેલ (જે SEBC/OBC માં ન હોય તે) 42-D. ખમાર અને 42-E કંદોઇ, સુખડીયા (જે SEBC/OBC માં ન હોય તે) નો સમાવેશ થાય છે.

પરિશિષ્ટ-ચ માં B-બિન અનામત મુસ્લિમ જાતિઓમાં પર્યાયવાચી શબ્દો/નવી જાતિઓ ઉમેરવામાં
આવી  છે. જેમાં  55-A. મલેક (જે SEBC/OBC માં ન હોય તે) 66-A. રંગરેજ, લીલગર (મુસ્લિમ)66-B. નાગોરી લુહાર (મુસ્લિમ)નો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તા.૬ ડિસેમ્બર ૨૦૧૮ના ઠરાવના પરિશિષ્ટ-ચ માં અને આ સુધારા ઠરાવથી ગુજરાતની તમામ બિનઅનામત જાતિઓનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં પણ કોઇ બિનઅનામત જાતિનો પરિશિષ્ટ-ચ માં સમાવેશ કરવાનો રહી ગયો હોય તે સંજોગોમાં આવી બાકી રહી ગયેલ જાતિઓને બિનઅનામત વર્ગના લાભો મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે જો આવી રહી ગયેલી જાતિઓનો સમાવેશ અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો /અન્ય પછાત વર્ગોમાં થયેલ ન હોય તો આવી જાતિના ઉમેદવારો/અરજદારોને બિનઅનામત વર્ગમાં, ગણી સક્ષમ સત્તાધિકારીઓ (Competent authorities) દ્વારા ચોકસાઇ કરીને બિનઅનામત વર્ગ/જાતિનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.

આ ઉપરાંત તા.૬ ડિસેમ્બર ૨૦૧૮ના ઠરાવના પરિશિષ્ટ-ખ માં અનુસૂચિત જન જાતિઓની યાદી સંબંધિત સૌની જાણકારી અને તૈયાર સંદર્ભ (Ready Reference) માટે આપવામાં આવેલ છે. આ યાદીના અ.નં. ૨ સામે ‘‘બાવચા,બામ્યા’’ જાતિ દર્શાવવામાં આવેલ છે, જેને ‘‘બાવચા,બામચા’ વાંચવાની  રહેશે તેમ પણ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની યાદીમાં જણાવાયું છે.