સુરતમાં મનમોહન સિંહનો સંવાદઃ BJP અને PM મોદી પર પ્રહારો

સુરતઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સુરતમાં ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા. મનમોહન સિંહ ઉદ્યોગપતિઓ અને આગેવાનો સાથે સંવાદ કર્યો હતો. મનમોહન સિંહે જણાવ્યું હતું કે, જીએસટીથી ટેક્સ ટેરરિઝમ આવ્યું છે. ત્યારબાદ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જીએસટીએ સારો આઈડિયા છે, કોંગ્રેસ પાર્ટી તેમને સપોર્ટ આપે છે પરંતુ પણ જીએસટીને યોગ્ય રીતે લાગું નથી કરાયો.મનમોહન સિંહે જણાવ્યું કે હું આશ્વર્યમાં હતો જ્યારે મોદીએ કહ્યું કે, કોંગ્રેસ અને તેની સરકાર ગુજરાતીઓનો તિરસ્કાર કરે છે. પહેલાં ગુજરાતી મહાત્મા ગાંધી, બીજા સરદાર પટેલ. નહેરૂ અને પટેલે સાથે મળી સ્વતંત્રતાને મજબૂત બનાવી. મોરારજી દેસાઈએ ગુજરાતના મહાન નેતા હતા. મનમોહન સિંહે કહ્યં કે નોટબંધીથી ફક્ત સુરતમાં 89 હજાર લુમ્સ ભંગારમાં ગયા અને 31 હજાર કારીગરો બેરોજગાર બન્યા.

જીએસટી સારો વિચાર હતો, પરંતુ બીજેપી સરકારની દિશાહીનતા અને ખરાબ અમલવારીના કારણે આવી હાલત થઈ છે. મનમોહન સિંહે જણાવ્યું કે તમે લોકોએ દેશને ફાયદો થાય એટલા માટે મોદીજી પર વિશ્વાસ કર્યો, હું તમારા કમિટમેન્ટને સલામ કરૂં છું પરંતુ જનતા મોદીજી પાસેથી જે અપેક્ષા રાખતી હતી તે પૂર્ણ ન થઈ. વડાપ્રધાન મોદી પર વધુમાં પ્રહાર કરતા મનમોહને જણાવ્યું કે વડાપ્રધાને દાવો કર્યો હતો કે તેઓ ગુજરાત અને ગરીબોને સમજે છે તો પછી તેમના નિર્ણયોથી થયેલી હેરાનગતીને તેઓ શાં માટે સમજી ન શક્યા.