અમદાવાદઃ અનંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ લેહમાં આવેલા હેમયા ગામમાંથી રોંગ (Rong) જનજાતિ પાસેથી હેન્ડ સ્પિનિંગ, બેકસ્ટ્રેપ અને લૂમ વીવિંગ પરની પાંચ દિવસની વર્કશોપમાં સમૃદ્ધ અને પરંપરાગત ક્રાફ્ટમેનશિપની શોધી કાઢી હતી.
આ વર્કશોપમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ મહિલા કલાકારો પાસેથી કલાત્મક કારીગરીને વિકસિત કરી હતી અને તેમની પાસેથી યુનિક ટેક્નિક શીખી હતી અને સુંદર ગાલીચો બનાવવાની કલા શીખી હતી. તેમણે ફ્લોર અને તકિયાના રૂપે કવરના રૂપે ઉપયોગ કરવામાં આવતા કવર પરની કારીગરી પણ શીખી હતી.
આ વર્કશોપમાં વિદ્યાર્થીઓ રોંગ જનજાતિની પરંપરાગત હાથથી થતા વણાટકામનો અનુભવ મેળવ્યો હતો. આ વિદ્યાર્થીઓએ આ વર્કશોપમાં કારીગરો પાસેથી હાથથી બારીક વણાટકામ શીખ્યું હતું. અનુભવી તાલીમ શિક્ષકો પાસેથી ભાગ લેતા વિદ્યાર્થીઓએ બે સેલ્ફ મહિલા ગ્રુપો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. આ વર્કશોપના માધ્યમથી વિદ્યાર્થીઓએ ત્યાંના સ્ટોરી ટેલિંગ (લોકગીત, વાર્તા અને સંવાદ) તેમ જ અવનવી કૂકિંગ રેસિપી પણ શીખી હતી. આ વિદ્યાર્થીઓએ આ મહિલાઓ પાસેથી આ ક્રાફ્ટની તાલીમનું ડોક્યુમેન્ટેશન પણ કર્યું હતું.