ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-ગાંધીનગર (IITGN) દ્વારા 24થી 26 જુલાઈ, 2020 દરમ્યાન મહિલાઓ માટે પાન-ઇન્ડિયા વર્ચ્યુઅલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જે ACM ઇન્ડિયા ગ્રેડ કોહોર્ટની ત્રીજી આવૃત્તિ હશે. આ સંપૂર્ણ ઓનલાઇન ઇવેન્ટ (વર્કશોપ)ના સહયોગી ACM-W ઇન્ડિયા કાઉન્સિલ (ધ એસોસિયેશન ફોર કોમ્પ્યુટિંગ મશીનરીની ઇન્ડિયા કાઉન્સિલ ઓન વુમન ઇન કોમ્પ્યુન્ટિંગ) અને ગૂગલના ટેકાથી કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, IIT ગાંધીનગર દ્વારા આયોજિત કરવામાં આવનાર છે.
ત્રિદિવસીય વર્કશોપ
આ ત્રિદિવસીય વર્કશોપનો હેતુ ભારતીય મહિલા ગ્રેડ્યુએટ્સ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટિંગ ક્ષેત્રે તેમના ગ્રેજ્યુએશનના વર્ષોમાં આગામી સમયમાં સહાય કરવા માટે યોજવામાં આવી રહી છે. આ વર્કશોપ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ક્ષેત્રની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહિલા એક્સપર્ટ્સ હશે, જે વિદ્યાર્થીઓને તેમની ગ્રેજ્યુએટ કારકિર્દીનાં વિવિધ પાસાં જેવાં કે સંશોધન વિષય શોધવા, તેમના રીડિંગ અને રાઇટિંગ સ્કિલ્સ, કાર્યજીવનનું સંતુલન પ્રાપ્ત કરવા માટે અને અન્ય બાબતોએ માર્ગદર્શન આપશે.
24 જુલાઈ અને 25 જુલાઈએ મુખ્ય વક્તવ્ય
સુનીતા સરાવગી- IIT-મુંબઈના કોમ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના પ્રોફેસર અને ડો. મીના મહાજન- કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, IMSc-ચેન્નઈના-પ્રોફેસર- 24 જુલાઈ અને 25 જુલાઈએ મુખ્ય વક્તવ્ય આપશે. આ ત્રણ દિવસના દરમ્યાન અનુભવી મહિલા સંશોધનકારો દ્વારા પ્રેઝન્ટેશન અને ઇન્ટરએક્ટિવ સેશન કરવામાં આવશે. આ વર્કશોપમાં ભાગ લેનારા સહભાગીને ઉદ્યોગ અને શિક્ષણવિદ્- બંને ક્ષેત્રોના વરિષ્ઠ સંશોધનકારો સાથે વ્યક્તિગત વિચારવિમર્શ કરવાની તક મળશે. આ સેમિનારમાં ફિલ્મ સ્ક્રિનિંગ અને લોગો માટે હરીફાઈ પણ કરવામાં આવશે.
રોગચાળા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે
આ ત્રીજી આવૃત્તિમાં મહિલાઓની આ વર્ચ્યુઅલ વર્કશોપ વૈશ્વિક રોગચાળા દરમ્યાન યોજવામાં આવી રહી છે, જેથી એનાથી કેવી રીતે બચવું એના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ વર્કશોપના સત્રમાં લોકો ઘરેથી કામ કરી રહ્યા છે અને નવા વાતાવરણમાં સામાન્ય થવા આસપાસ બનતી ઘટનાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.
આ વર્કશોપ માટેની વધુ વિગતો અને સમયપત્રક વેબસાઇટ પરથી મળી શકશેઃ http://events.iitgn.ac.in/2020/GradCohort/
આ ઉપરાંત રજિસ્ટ્રેશન શુક્રવાર વર્કશોપ શરૂ થાય એટલે કે 24 જુલાઈ સુધી કરી શકાશે. નોંધણી ફોર્મ માટે નીચેની લિન્કથી એક્સેસ કરી શકાશે… http://bit.ly/GC2020register/