વાઇબ્રન્ટ સમિટ પહેલાં હોટેલનાં ભાડાં આસમાને પહોંચ્યાં

ગાંધીનગરઃ વર્ષ 2019 બાદ પ્રથમવાર યોજવામાં આવી રહેલી વાઇબ્રન્ટ સમિટ માટે 72,000થી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. આ સમિટના ત્રણ દિવસમાં દેશ-વિદેશમાંથી એક લાખથી વધુ લોકો ગુજરાતના અતિથિ બનશે. વાઇબ્રન્ટ સમિટ માટે ગાંધીનગરમાં આવેલી એક ફાઇવ સ્ટાર હોટેલના તમામ  રૂમ નવથી 12 જાન્યુઆરી સુધી હવે ‘નો રૂમ’ દર્શાવી રહ્યા છે. અમદાવાદની થ્રી સ્ટાર, ફાઇવ સ્ટાર હોટેલમાં 50 ટકા રૂમ સરકાર દ્વારા બુક થઈ ગયા છે. સિંધુ ભવનમાં આવેલી એક ફાઇવ સ્ટાર હોટેલમાં નવ થી 12 જાન્યુઆરીમાં રૂ. 1.40 લાખનું એક દિવસનું ભાડું છે, જેમાં રૂ.25,000થી વધુનો ટેક્સ અલગથી ચૂકવવો પડે છે. આ જ હોટેલમાં સ્યૂટનું ભાડું રૂ. 2.50 લાખ છે.

અમદાવાદની થ્રી સ્ટાર, ફાઇવ સ્ટાર હોટેલમાં 50 ટકા રૂમ સરકાર દ્વારા બુક થઈ ગયા છે. સિંધુ ભવનમાં આવેલી એક ફાઇવ સ્ટાર હોટેલમાં નવ થી 12 જાન્યુઆરીમાં રૂ. 1.40 લાખનું એક દિવસનું ભાડું છે, જેમાં રૂ.25,000થી વધુનો ટેક્સ અલગથી ચૂકવવો પડે છે. આ જ હોટેલમાં સ્યૂટનું ભાડું રૂ. 2.50 લાખ છે. ગાંધીનગરમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટ અમદાવાદ, ગાંધીનગરમાં હોટેલો દ્વારા ફાઇવ સ્ટાર, થ્રી સ્ટાર હોટેલમાં એક દિવસ માટે રૂ. 20,000થી રૂ. 1.50 લાખ સુધીનું ભાડાં કરી દેવામાં આવ્યાં છે.   આમ, હોટેલના ભાડામાં બેથી ચાર ગણો વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં NRI સીઝન પણ હોવાને કારણે પણ અનેક હોટેલના રૂમ દિવાળી બાદ બુક થઇ ગયા હતા. હજુ ફેબ્રુઆરી સુધી અમદાવાદ-ગાંધીનગરની હોટેલ ઈન્ડસ્ટ્રીમાં તેજી જોવા મળે તેવી પૂરી શક્યતા છે.