રખડતાં ઢોર, ગેરકાયદે પાર્કિંગ અને દબાણ મુદ્દે હાઈકોર્ટનું કડક વલણ

ગુજરાતમાં રખડતા મુદ્દે હાઇકોર્ટમાં એક જાહેર હિતની પીટીસન દાખલ કરવામાં આવી હતી. જેમાં રખડતાં ઢોર, ગેરકાયદે કરેલા પાર્કિંગ અને દબાણ જેવી બાબતોને લઈ સુનવણી સમય અંતરે ધરવામાં આવે છે. ત્યારે આ સુનવણીમાં ગુજરાત હાઈકોર્ટ પર લાલઘૂમ થઈ હતી. ખાણી-પીણીની લારીઓએ કરેલા દબાણ મુદ્દે પણ હાઈકોર્ટ નારાજ છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, કોર્ટના 62 આદેશ બાદ પણ સ્થિતિ એવીને એવી જ છે.

અમદાવાદમાં રખડતાં ઢોર અને શહેરમાં વધી રહેલાં દબાણને લઈને તબક્કાવાર સુનાવણી ચાલી રહી છે. જેમાં હાઈકોર્ટના નિર્દેશનું પાલન ન કરવું અને આદેશોનો તિરસ્કાર બદલ અરજી દાખલ કરવામાં આવી હતી. છેલ્લાં સાડા છ વર્ષથી આ સુનાવણી ચાલી રહી છે. જેમાં 62 જેટલાં આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ અધિકારીઓ દ્વારા તેનું પાલન ન કરાવાતા હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું અને જવાબદાર અધિકારીઓના નામ માંગવામાં આવ્યા છે. આ સિવાય આ અધિકારીઓ સામે ચાર્જશીટ ફાઇલ કરવા સુધીની પણ કોર્ટ દ્વારા તૈયારી દાખવવામાં હતી. પરંતુ, સરકાર દ્વારા બાહેંધરી આપવામાં આવી છે કે, તંત્ર આ મુદ્દે સતત કાર્યવાહી કરી રહી છે. રાજ્ય સરકાર વતી સરકારી વકીલ જી.એચ વિર્કે જવાબ આપ્યો હતો. સરકારી વકીલના અનુસાર, દબાણો અને પાર્કિંગના મુદ્દે તંત્ર સતત કામગીરી કરે છે. દબાણો દૂર થયાના થોડા દિવસોમાં ફરીથી દબાણો થાય છે. હાઈકોર્ટના આ મૌખિક અવલોકન બાદ સરકારી વકીલ દ્વારા થોડા સમયની માંગ કરવામાં આવી હતી. હવે આ વિશે વિગતવાર સુનાવણી 6 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. જોકે, સમગ્ર બાબતે સરકારી વકીલની બાહેંધરી બાદ હાઈકોર્ટે પોલીસ પ્રશાસન પર ગંભીર અવલોકન કરતાં કહ્યું કે, અમે પોતે પણ જોયું છે કે, જાહેર રસ્તા પર દબાણના કારણે ટ્રાફિક થાય છે અને ત્યાંથી પોલીસ વાન પસાર થતી હોય તો તેઓ વાનની બહાર પણ નથી નીકળતાં. તેઓને જે કામ કરવા માટે મહેનતાણું મળે છે, છતાં કામગીરી નથી કરતાં.