રાજકોટ- રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યવિભાગ દ્વારા શહેરના જુદા જુદા સ્થળો પર ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં શહેરના વિદ્યાનગર મેઈન રોડ પર આવેલા ગઢડા સંચાલિત ગ્રામ શિલ્પ ખાદીગ્રામ નામની સંસ્થામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ખાદ્યપદાર્થોના વેચાણમાં ધારાધોરણ સાવ નેવે મૂકેલાં જોવા મળતાં ચકચાર મચી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ શિલ્પ ખાદીગ્રામમાં ચેકિંગ કરતાં એકસપાયરી ડેઈટ વિતાવી ચૂકેલા અથાણાંનું વેચાણ કરાતું હોવાનો ધ્યાન પર આવ્યાનું ડેપ્યૂટી હેલ્થ ઓફિસર ડો. પી.પી.રાઠોડે જાહેર કર્યું હતું. એક બે નહીં વિવિધ પ્રકારના 287 કિગ્રા અથાણાં કે જેની એકસપાયરી ડેઈટ વીતી ગઈ હોય તેને પ્લાસ્ટિકના ડબ્બામાં લૂઝ ભરીને વેચાણ કરવામાં આવતું હતું. આ ઉપરાંત 17 લીટર સરબતનો જથ્થો પણ ઝડપાયો હતો.
આરોગ્ય વિભાગની ટીમે એક્સપાયરી થયેલો તમામ જથ્થો જપ્ત કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.