ગુજરાતમાં સ્વાઈન ફ્લુની દહેશત: આજે વધુ 64 કેસ નોંધાયા

અમદાવાદ- અમદાવાદ સહિત રાજ્યમાં સ્વાઈન ફ્લુએ માથું ઉચક્યું છે, ત્યારે આજે રાજ્યભરમાં સ્વાઈન ફ્લુના વધુ 64 કેસ નોંધાયા છે. નોંધાયેલા 64 કેસમાંથી 23 કેસતો માત્ર અમદાવાદના જ છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ સ્વાઈન ફ્લુ ચિંતાજનક રીતે પ્રસરી રહ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગની ચિંતા વધારો થયો છે.રાજકોટમાં છેલ્લા બે દિવસમાં જ સ્વાઈન ફ્લુના સત્તાવાર રીતે ૮ કેસો પોઝીટીવ હોવાનું જાહેર થયું છે, જ્યારે બે વ્યક્તિના મોત નિપજ્યા છે. ચાલુ માસમાં કુલ ૧૦ વ્યક્તિઓના સ્વાઈન ફ્લુથી સત્તાવાર મોત નિપજ્યા હોવાનું બહાર આવ્યું છે.

જિલ્લા આરોગ્ય તંત્રના સૂત્રો અનુસાર રાજકોટમાં સારવાર લઈ રહેલ મેંદરડા (જિ.જુનાગઢ)ના ૫૦ વર્ષીય મહિલાનનો રિપોર્ટ ગઈકાલે પોઝીટીવ આવ્યા બાદ આજે અને ગઈકાલે જામનગર જિલ્લાના કાલાવડના ૪૭ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. ગ

ઈકાલે તલાલા, મેંદરડા અને પોરબંદરમાં કબીર આશ્રમ પાસે ૭૫ વર્ષીય વૃદ્ધને સ્વાઈન ફ્લુ પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. આજે જસદણના ૬૦ વર્ષીય વૃદ્ધ, વાંકાનેર તાલુકાના કેરાલામાં ૩૫ વર્ષીય યુવતીને સ્વાઈન ફ્લુ પોઝીટીવ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ રોગ હવાથી ફેલાય છે અને ઝડપથી પ્રસરી રહ્યો છે.