સ્ટાર્ટ-અપ્સને સમર્થન પૂરું પાડવા એચડીએફસી બેંક, SASTRA વચ્ચે MoU

અમદાવાદ, 13 જુલાઈ, 2021: સ્ટાર્ટ-અપ્સ સાથેના બેંકના જોડાણોને આગળ વધારતા એચડીએફસી બેંકે આજે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતેના ઇન્ક્યુબેટર ‘SASTRA’ (સિક્યુરિટી એન્ડ સાયન્ટિફિક ટેકનિકલ રીસર્ચ એસોસિયેશન) સાથે એક એમઓયુ કર્યું છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એ દેશની આંતરિક સુરક્ષા સાથે સંબંધિત ક્ષેત્રો પર કેન્દ્રીત એક રાષ્ટ્રીય યુનિવર્સિટી છે.

વર્ષ 2020માં શરૂ થયેલ ‘SASTRA’ સંરક્ષણ અને રક્ષા ક્ષેત્રના સ્ટાર્ટ-અપ્સની રચના કરે છે, તેમને માર્ગદર્શન અને સમર્થન પૂરાં પાડે છે. હાલમાં ‘SASTRA’ ખાતે 20 જેટલા સ્ટાર્ટ-અપ્સની રચના કરવામાં આવી છે.

આ સહભાગીદારીના ભાગરૂપે બેંક ‘SASTRA’ ખાતે રચાયેલા સ્ટાર્ટ-અપ્સને એન્ડ-ટુ-એન્ડ બેંકિંગ સોલ્યુશનો અને માર્ગદર્શન પૂરાં પાડશે.

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા એચડીએફસીના કૉર્પોરેટ હાઉસ ખાતે 08 જુલાઈના રોજ એચડીએફસી બેંકના ઝોનલ હેડ – ગુજરાત પર્લ સાબાવાલા અને ‘SASTRA’ના સીઇઓ કોણાર્ક રાય દ્વારા આ એમઓયુ કરવામાં આવ્યું હતું.

‘SASTRA’ એ એચડીએફસી બેંક સાથે એમઓયુ કરનારું ગુજરાતનું ત્રીજું સ્ટાર્ટ-અપ ઇન્ક્યુબેટર છે. આ વર્ષના પ્રારંભે સરકાર દ્વારા સંચાલિત ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી GUSEC (ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રેન્યોરશિપ કાઉન્સિલ) ખાતેના ઇન્ક્યુબેટર અને અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડીઝાઇન સાથે જોડાયેલ NDBI (નેશનલ ડીઝાઇન બિઝનેસ ઇન્ક્યુબેટર) ખાતેના અન્ય એક ઇન્ક્યુબેટરે એચડીએફસી બેંક સાથે એમઓયુ કર્યું હતું.

એચડીએફસી બેંકના બ્રાન્ચ બેંકિંગ હેડ – ગુજરાત થોમસન જૉસે જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સાથે કરવામાં આવેલી સહભાગીદારી એ ફક્ત બેંકના સક્ષમ એન્ડ-ટુ-એન્ડ બેંકિંગ સોલ્યુશનો મારફતે જ નહીં પરંતુ માર્ગદર્શનના સ્વરૂપે પણ સ્ટાર્ટ-અપ્સને સમર્થન પૂરું પાડવાની બેંકની કટિબદ્ધતાનો વધુ એક પુરાવો છે. ઉદ્યોગસાહસિક રાજ્ય ગુજરાતમાં પથપ્રદર્શક ઉપાયોની દિશામાં કામ કરી રહેલા સ્ટાર્ટ-અપ્સને સમર્થન પૂરું પાડવામાં મોખરે રહેવા બદલ એચડીએફસી બેંક અપાર ગર્વની લાગણી અનુભવે છે.’

એચડીએફસી બેંક સાથે સાધવામાં આવેલા સહયોગ અંગે વાત કરતાં ‘SASTRA’ના એમડી કોણાર્ક રાયે જણાવ્યું હતું કે, ‘દેશની સૌથી મોટી ખાનગી બેંક સાથે ‘SASTRA’ની સહભાગીદારી બેંકના સક્ષમ બેંકિંગ સોલ્યુશનો મારફતે ‘SASTRA’ ખાતે રચવામાં આવેલા સ્ટાર્ટ-અપ્સને સક્ષમ બનાવવામાં ઘણી લાંબી મજલ કાપશે. એચડીએફસી બેંક સાથે કરવામાં આવેલ એમઓયુ એ એક નવા પ્રકરણની શરૂઆતનું પ્રતીક છે, જે બેંક તરફથી પ્રાપ્ત થતાં નાણાકીય અને માર્ગદર્શનના સમર્થનની સાથે ‘SASTRA’ ખાતેના સ્ટાર્ટ-અપ્સ દ્વારા સંરક્ષણ અને રક્ષા ક્ષેત્રમાં હાથ ધરવામાં આવેલ સંશોધનકાર્યોને સુદ્રઢ બનાવવામાં અને નવીનીકરણોને સફળતા અપાવવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત ‘SASTRA’ સંરક્ષણ અને રક્ષા ક્ષેત્રમાં સ્ત્રીઓના સશક્તિકરણને વધારવા પર વિશેષ ભાર મૂકે છે.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]