GST કૌંભાડના આરોપીને HC એ આપી રાહત..

અમદાવાદના DCBમાં વર્ષ 2022માં પોલીસ મથકે 634 કરોડના GST સ્કેમ સંદર્ભે ગુનો દાખલ થયો હતો. આ કેસની તાપસ શરૂ હતું. આ સંદર્ભે દશરથ નાગર નામના વ્યક્તીની 2024માં ધરપકડ કરવામાં આવી હતી. જેણે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. આ જામીન અરજી નકારી દેતા તેણે હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. હાઇકોર્ટે 10 હજારના બોન્ડ ઉપર આરોપીને જામીન મંજૂર કર્યા છે.

આ મામલે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે. જામીન માટે આરોપી તમામ શરતો માનવા તૈયાર છે. જો કે સરકારી વકીલે આરોપીની જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે આ ગુનો દેશની અર્થવ્યવસ્થાને અસર કરતો ગુનો છે. આ કેસમાં આરોપીઓએ કુલ 187 બોગસ પેઢી બનાવીને ખોટા બિલો ઊભા કર્યા હતા. બોગસ દસ્તાવેજોથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને સરકારને આર્થિક નુકસાન કર્યું છે.

નોંધનીય છે કે આરોપી પાસેથી 65 ક્રેડિટ અને ડેબિટ કાર્ડ મળી આવ્યા હતા. આ ઉપરાંત 18 મોબાઈલ ફોન મળ્યા હતા. આ 634 કરોડથી વધારે રકમનું સ્કેમ છે. આ કેસમાં 87 સાક્ષી છે અને 63 સહ આરોપીઓને પકડવાના બાકી છે. GST ઓથોરિટી દ્વારા પણ આરોપીઓ સામે કાર્યવાહી બાકી છે. જો કે કેસ ડોક્યુમેન્ટ પુરાવા આધારિત હોવાથી અને ચાર્જશીટ પણ થઈ ગઈ છે. અગાઉ હાઇકોર્ટમાંથી સહ આરોપીને જામીન મળી ચૂક્યા છે. જેના આધારે હાઇકોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર રાખ્યા હતા. અગાઉ આરોપીએ હાઇકોર્ટમાં જામીન અરજી કરીને પરત ખેંચી હતી.