અમદાવાદ– ગુજરાતમાં કોંગ્રેસને મળેલી હાર પર પાટીદાર નેતા હાર્દિક પટેલે કહ્યું છે કે રાજ્યમાં ભાજપની જીત પૈસા અને ઈવીએમના જોર પર થઈ છે. તેમણે કહ્યું હતું કે હું મારું આંદોલન વધુ તેજ કરીશ. હાર્દિક પટેલે કહ્યું કે આ ચાણકયની રણનીતિ નથી, પૈસાનો જોરે જીત થઈ છે. પૈસાના જોર અને ઈવીએમના કારણે ભાજપ જીતી છે. કેટલીક બેઠકો પર 200થી ઓછા મતથી જીત હાંસલ થઈ છે. ભાજપને દિલથી અભિનંદન નથી, ઈમાનદારીથી ચૂંટણી થાય તો ભાજપ હારશે.હાર્દિક પટેલ મિડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતની જનતાએ જાગૃત થવાની જરૂર છે. ઈવીએમ ટેમ્પરિંગનો મુદ્દો છે. સુરત અને રાજકોટમાં મે જોયું છે કે રીકાઉન્ટીંગમાં મતમાં તફાવત જોવા મળ્યો છે. હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી. હાર્દિક પટેલે સવાલ કર્યો હતો કે મારી સભામાં આટલા લોકો ઉમટ્યા હતાં, તેમના મત કયા ગયા, તે મુદ્દો વિચારવા જેવો છે. તમામ વિપક્ષોએ એક થઈને ઈવીએમની છેડછાડ સામે લડત કરવી જોઈએ. અમારું આંદોલન ટૂંક સમયમાં ચાલુ કરીશું, અને તેનું આયોજન ઘડી શકીશું. અમે જેલમાં જવા તૈયાર છીએ, અને ખુમારી સાથે લડત આપીશું. સરકારે અમારી લડતને ખમવી પડશે.
સ્વતંત્ર ભારતમાં રહીએ છીએ. આપણો મત યોગ્ય જગ્યાએ ગયો છે, તે જોવાની જવાબદારી છે. ઈવીએમનો ઉપયોગ કેમ કરીએ છે, તેની ગણતરી સરળ રહે. પણ અમને ખબર નથી વોટ કયા ગયા. નમો નામનું વાઈફાઈ કેમ ચાલી રહ્યું છે. તે પણ તપાસનો સવાલ છે.