તમોને મોદી સાથે સારું ફાવે છે, નમસ્તે ટ્રમ્પ!

અમદાવાદ: અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને પીએમ મોદી અમદાવાદની એક દિવસ(24 ફેબ્રુઆરી)ની ટૂંકી મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયાનું અમદાવાદ એરપોર્ટ પર 150 ફૂટ પહોળી લાલ જાજમ અને 19 કલાકારોના શંખનાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

24 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગે એરફોર્સ વન વિમાનમાં સીધા જ અમેરિકાથી અમદાવાદ આવી રહેલા ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયાને આવકારવા માટે અમદાવાદ એરપોર્ટ પર લાલ જાજમની બંને બાજુ 116 કલાકારો બેડાં નૃત્ય, ઢોલ ભૂંગળી શરણાઈ, ફૂલ મંડળી, નનૈયા ઢોલ, જેવા પરંપરાગત ગુજરાતી કાર્યક્રમ યોજવામાં આવશે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ મુલાકાતને લઈને જાણીતા ગુજરાતી કવિ ડો. મુકુલ ચોક્સીએ એક સુંદર રચના લખી  છે જે અમે અહીં રજૂ કરી રહ્યા છીએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]