ગાંધીનગર- આજે ગાંધીનગરમાં મહેસૂલપ્રધાન કૌશિક પટેલના અધ્યક્ષસ્થાને અછતરાહત સબ કમિટીની બેઠક યોજૈઇ હતી. આ બેઠકમાં રાજ્યમાં ઓછો વરસાદ છે તેવા વિસ્તારે અંગે વિસ્તૃ ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. પહેલાં જાહેર કરાયાં પ્રમાણે કચ્છ ઉપરાંત અન્ય બે જિલ્લાના તાલુકાઓનો પણ અછતગ્રસ્ત વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
બેઠક બાદ કૌશિક પટેલે મીડિયાને સંબોધન કરતાં વિવિધ માહિતી આપી હતી…
કચ્છ જિલ્લાના કુલ 10 તાલુકા અછતગ્રસ્ત જાહેર કરાયાં
ઉપરાંત પાટણ જિલ્લાના ચાણસ્મા અને અમદાવાદ જિલ્લાનો માંડલ પણ અછતગ્રસ્ત જાહેર બનાસકાંઠામાં 4 તાલુકા અછતગ્રસ્ત જાહેર જિલ્લાકક્ષાએ પ્રધાન અને અધિકારીઓની બેઠક યોજાશે અને સ્થિતિસમીક્ષા થશે નહેરમાંથી પાણી ન ચોરાય તે માટે પૂરતાં પગલાં લેવાશે હાલની તારીખે ટેન્કરની જરુરત નથી જ્યાં વરસાદ ઓછો છે ત્યાં પહેલાં ધ્યાન અપાશે ગયા વર્ષે બનાસકાંઠામાં થયેલી અતિવૃષ્ટિના કેસોમાં પૂરતા પૈસા કેન્દ્રે આપ્યાં છે. પૂરપીડિતોને નુકસાન પ્રમાણે સહાય અપાઈ છે, વધુ પણ જે કેસ બાકી છે તે ચૂકવાશે અને તેનો ખર્ચ કેન્દ્રમાં મૂકવામાં આવશે અને તે અમને પરત મળશે
|