ઉનાળાની તપતી ગરમી વાહનો અને ચાલકો બંનેને અસર કરે છે. આ સમયે વાહનચાલકોએ પોતાના સ્વાસ્થ્યની સાથે વાહનની જાળવણી પર ધ્યાન આપવું જરૂરી છે. ગુજરાત રોડ સેફટી ઓથોરિટી, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર, ચાલકોએ પૂરતું પાણી પીવું, આરામ લેવો અને વાહનની ટેકનિકલ તપાસ કરાવવી જોઈએ.ૉ
ગરમીમાં વાહનચાલકો માટે સૂચનો
- ટાયરની કાળજી: નિયત હવાનું દબાણ તપાસો. જો ટાયરની ઉંમર વધુ હોય કે નિયત કિલોમીટર પૂર્ણ થઈ ગયા હોય, તો તે બદલી નાખો.
- એન્જિન અને ફિલ્ટર: એન્જિન ઓઈલ, કૂલન્ટ, અને એર ફિલ્ટર નિયમિત સાફ કરાવો. નિયત કિલોમીટર પછી આ બદલવા જરૂરી છે.
- રેડિયેટર અને એ.સી.: રેડિયેટર તથા એ.સી. સિસ્ટમના પાઈપોની ટેકનિશિયન પાસે તપાસ કરાવો, જેથી ઓવરહિટિંગ ટળે.
- હાઈડ્રેશન: વાહનમાં પીવાનું પાણી રાખો અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવો.
- વિરામ: લાંબી મુસાફરીમાં દર 1-1.5 કલાકે 10 મિનિટનો આરામ લો.
- બાળકોની સલામતી: ગરમીમાં બાળકોને કારમાં એકલા ન છોડો, કારણ કે હીટ સ્ટ્રોક જોખમી બની શકે છે.
- પાર્કિંગ: વાહનને સીધા તડકામાં પાર્ક ન કરો, છાયામાં સલામત જગ્યાએ રાખો.
- CNG વાહનો: ISI પ્રમાણિત અગ્નિશામક ઉપકરણ રાખો અને તેની નિયમિત તપાસ કરાવો.
આ માર્ગદર્શિકા અનુસાર, નાગરિકોએ ગરમીમાં વાહનની જાળવણી અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપીને સલામત મુસાફરી સુનિશ્ચિત કરવી જોઈએ. આ નાની સાવચેતીઓ મોટા અકસ્માતો ટાળી શકે છે.
