આજે શરુ થઇ ગયું નવું શૈક્ષણિક સત્ર, રાજ્યભરની 57 હજાર શાળાઓ ધમધમી ઉઠી

0
1274

અમદાવાદ- રાજ્યભરના શાળાના સંકુલો આજથી બાળકોના કિલકિલાટ સાથે જીવંત થઇ ગયાં છે. રડતાં, જીદ કરતાં, કાકલૂદી કરતાં અને શાળાએથી વહેલાં કોણ લેવા આવશે એવા વાયદા કરાવતાં બાળકો વાલીઓના સંવાદોથી નવા શૈક્ષણિક સત્રની શરુઆત થઇ ગઇ છે.

ઉનાળાનું લાંબુ વેકેશન પૂરુ થયા બાદ ગુજરાતના અમદાવાદ સહિતના શહેર-ગામોની શાળાઓનું શૈક્ષણિક સત્ર આજથી શરુ થઇ ગયું છે. નાનાં મોટા ભૂલકાં જ્યારે પ્રથમવાર કે બહુ જ દિવસે શાળાએ આવે ત્યારે અવનવા દ્રશ્યો શાળાના પ્રાંગણમાં જોવા મળતા હોય છે. રાજ્યભરની 57 હજાર શાળાઓમાં લગભગ 1.16 કરોડ બાળકો આજથી શાળાના અભ્યાસકાર્યમાં લાગી ગયાં છે.

તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ