કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ, પણ હવે ચોમાસુ લંબાયું

અમદાવાદઃ મહારાષ્ટ્રમાં વરસાદનું આગમન થયા બાદ હવે ગુજરાતમાં પણ વરસાદના આગમનની તીવ્રપણે રાહ જોવાઇ રહી છે. આજે સવારથી જ સાબરકાંઠાના અનેક ગામોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો છે. તો બીજી તરફ અંબાજીમાં પણ મેઘરાજાની હવામાનખાતાંના અગાઉ જણાવ્યાં પ્રમાણે પધરામણી થઈ છે. મેઘરાજાનું આગમન થતાં જ આ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જોકે હવે નવી બહાર પાડેલી યાદીમાં જણાવ્યાં પ્રમાણે હવામાનમાં એકાએક પલટો આવ્યો છે. જણાતાં એન્ટિ સાયક્લોન સર્જાતાં પ્રિમોન્સૂન એક્ટિવિટી અટકી જતાં ચોમાસું વધુ એક સપ્તાહ લંબાઇ ગયું છે.

તો આ તરફ નવસારીમાં પણ એક અલ્પ વિરામ બાદ આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. નવસારીના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ આવતાં ગરમીથી લોકોને રાહત મળી છે અને સમયસર મેઘરાજાએ પોતાનું આગમન કરતા ધરતીપુત્રોમાં પણ આનંદ છવાયો છે.

તો નવસારી જિલ્લામાં પણ આજે સવારથી જ વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી. અહીંયા ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી અને વાતારણમાં ઠંડક પ્રસરતા લોકોમાં પણ ખુશી છવાઈ હતી.

દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વરસાદ ખાબક્યો છે. તો આ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર 11 જૂનથી 13 જૂન દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની સવારી પહોંચે તેવી શક્યતાઓ છે. સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનાના ત્રીજા સપ્તાહથી વિધિવત રીતે ચોમાસુ બેસે છે.

આમતો ગુજરાતમાં 8 થી 10 જૂન દરમિયાન પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી પરંતુ અત્યારે વાતાવરણમાં મધ્ય લેવલમાં એન્ટી સાયક્લોન સર્જાતા પ્રિ મોનસૂન એક્ટિવિટીમાં વિલંબ ઉભો થયો છે અને એના કારણે જ ગુજરાતમાં 23 થી 25 જૂન વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે.