અમદાવાદ- બૂલેટ ટ્રેનની જમીન સંપાદન મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં જમીન સંપાદન મામલે કુલ 47માંથી 30 અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. હાઈકોર્ટમાં આજે હાથ ધરાયેલી સુનાવણીમાં રાજ્ય અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત રેલવે અને અન્ય પક્ષકારોને પણ નોટિસ પાઠવામાં આવી છે. આ અંગે વધુ સુનાવણી 4 અઠવાડિયા બાદ હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે, જમીન સંપાદન મુદ્દે બે મહિના અગાઉ 5 અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ ચોર્યાસી તાલુકામાંથી 4 પીટીશન પરત ખેંચી હતી. તેની સામે હાઈકોર્ટમાં 40 નવી પીટીશન દાખલ કરાઈ હતી.
દક્ષિણ ગુજરાતમાંથી ખેડૂત સમાજ સંગઠને પીટીશન કરી છે. ખેડૂતોએ નવા જંત્રી અને બજાર ભાવ મુજબ વળતરની માંગ કરાઈ છે. અગાઉ હાઈકોર્ટમાં 1 હજાર ખેડૂતો એફીડેવીટ કરી ચુકયા છે. સરકારી દબાણ, પ્રલોભન અપાતુ હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે.