કોટડીયાની જામીન અરજી અંગે કોર્ટ તરફથી ચૂકાદો અનામત રાખવામાં આવ્યો

અમદાવાદઃ કરોડો રુપિયાના બિટકોઈન તોડ કૌભાંડ મામલે કોર્ટમાં નલીન કોટડીયાની જામીન અરજી અંગે યોજાયેલી સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. આરોપીના વકીલ તરફથી કોર્ટમાં દલીલ રજૂ કરવામાં આવી હતી કે નલીન કોટડીયા બીમાર છે અને તેમને સારવાની જરુર છે એટલે તેમને જામીન આપવા જોઈએ.

તો સામાપક્ષે સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે વારંવાર આરોપીને વોરંટ આપ્યાં છતા આરોપી હાજર ન રહ્યો હતો કોર્ટના નિયમનો ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે. આરોપી બીમાર છે તો સારવાર જેલમાં પણ થઈ શકે છે. આરોપીને જામીન મળે તો પુરાવાની સાથે ચેડાં કરી શકે છે. જેથી આરોપીને જામીન ન આપવા જોઇએ. બન્ને પક્ષની દલીલ પૂર્ણ થયા બાદ કોર્ટ તરફથી ચૂકાદો અનામત રાખવામાં આવ્યો છે.