નરોડા પાટિયા કેસમાં માયા કોડનાની નિર્દોષ, બાબુ બજરંગીને 21 વર્ષની જેલ

અમદાવાદ- ગુજરાત હાઈકોર્ટ નરોડા પાટિયા તોફાન કેસનો આજે શુક્રવારે ચુકાદો આપ્યો છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે બાબુ બજરંગીને થોડી રાહત આપી છે અને બાબુ બજરંગીની 31 વર્ષની જેલની સજા ઘટાડીને 21 વર્ષની કરવામાં આવી છે. ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન અને ભાજપના અગ્રણી નેતા માયાબહેન કોડનાનીને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરાયા છે. તમામ કેસમાં માયા કોડનાની નિર્દોષ જાહેર થયા છે. તદઉપરાંત નરોડા પાટિયા કેસમાં ૨૮ આરોપીનો ચુકાદો અપાયો છે, જેમાં ૧૬ને નિર્દોષ જાહેર કરાયા અને ૧૨ને દોષિત જાહેર કરાયા છે.

  • હાઈકોર્ટ દ્વારા બાબુ બજરંગીની સજા ઘટાડીને 21 વર્ષની કરાઈ છે
  • માયાબહેન કોડનાનીને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા
  • નરોડા પાટિયા કેસમાં ૨૮ આરોપીનો ચુકાદો અપાયો
  • ૧૬ને નિર્દોષ જાહેર કરાયા,૧૨ને દોષિત જાહેર કરાયા
  • ગણપત છારા નિર્દોષ
  • સુરેશ લંગડાની સજા યથાવત, 31 વર્ષની કેદની સજા
  • પ્રેમચંદ તિવારી દોષિત
  • કાલુ ભૈયાની સજા યથાવત રહી
  • સુરેશ નેતલકરને 31 વર્ષની જેલની સજા યથાવત
  • બાબુ વણઝારા નિર્દોષ
  • મનુ મરુડાને હાઈકોર્ટે નિર્દોષ છોડયા
  • શશિકાંત પાટીલ નિર્દોષ
  • હીરાજી મારવાડીની 14 વર્ષની કેદની સજા યથાવત
  • વિજય પરમાર, રમેશ દૂધવાલા, સચિન મોદી નિર્દોષ જાહેર

જસ્ટિસ હર્ષા દેવાની અને જસ્ટિસ એ એસ સપેહિયાની બેન્ચ આ કેસમાં સુનાવણી પુરી થયા પછી ગયા વર્ષે ઓગસ્ટમાં પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી દીધો હતો.નીચલી અદાલતે ગુજરાતના પૂર્વ પ્રધાન અને ભાજપના નેતા માયા કોડનાની અને બાબુ બજરંગી સહિત 32 લોકોને આજીવન કેદની સજા સંભળાવી હતી, કોડનાનીને 28 વર્ષની જેલની સજા સંભળાવામાં આવી હતી. અને 29 આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા, પણ તે ચુકાદા સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.

નીચલી અદાલતે બજરંગ દળના પૂર્વ નેતા બાબુ બજરંગીની જેલની સજા 31 વર્ષથી ઘટાડીને 21 વર્ષની કરી છે તો અન્ય 7 દોષીતોને 21 વર્ષની સજા અને બાકીના લોકોને 14 વર્ષની સાધારણ કેદની સજા સંભળાવી હતી. નીચલી કોર્ટે પુરાવાના અભાવે 29 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યારે દોષીતોને નીચલી કોર્ટેના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જ્યારે એસઆઈટીએ 29 લોકોને નિર્દોષ છોડવાના નિર્ણને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.