અમદાવાદ: પ્રયાગરાજમાં હાલ મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતવાસીઓને કુંભમેળામાં જવું સરળ બન્યું છે. આજથી કુંભમેળાને લઈ સ્પેશિયલ વોલ્વો બસનું આયોજન ગુજરાત સરકાર દ્રારા કરવામાં આવ્યું છે અને તેને લઈ લીલીઝંડી પણ આપી દેવામાં આવી છે,CM અને હર્ષ સંઘવીએ વોલ્વો બસનું પ્રસ્થાન કરાવ્યું છે તો CM ભૂપેન્દ્ર પટેલે શ્રીફળ વધેરી બસની કરી પૂજા કરી છે.GSRTC દ્વારા પ્રયાગરાજ સુધીની વોલ્વો બસનું આયોજન કરવામાં આવ્યું છે.
નોંધનીય બાબત છે કે, GSRTC કરાવશે રૂ.8100માં કુંભમેળાની યાત્રા અને કુંભમેળા માટે ત્રણ રાત્રિ અને 4 દિવસનું પેકેજ કરવામાં આવ્યું છે જેમાં GSRTCની વેબસાઇટ પરથી કરાવી શકાશે બુકિંગ સાથે સાથે AC વોલ્વો બસમાં ડોરમેટ્રીમાં રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ છે તો એક બસમાં 47 શ્રદ્ધાળુ કરી શકશે મુસાફરી. પ્રયાગરાજ ખાતે જઇને ગુજરાતના શ્રધ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સંયુકત રીતે એક સકારાત્મક નિર્ણય લીધો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપાડવાનો નિર્ણય લઇ શ્રધ્ધાળુને રાત્રિ રોકાણ અને બસ મુસાફરી સાથેનું ઇકોનોમી પેકેજ તૈયાર કરવામાં આવ્યુ છે. આજથી આ સેવા શરુ કરવામાં આવી છે. પ્રથમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવ્યુ છે.આ બસ દરરોજ સવારે ૭ વાગ્યે અમદાવાદના રાણીપ એસ.ટી ડેપો ખાતેથી પ્રયાગરાજ જવા નિકળશે. આ પેકેજમાં તમામ ૩ રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે. પ્રયાગરાજ પેકેજનું ઓનલાઇન બુકિંગ તા: ૨૫/૦૧/૨૦૨૫ થી એસ.ટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફતે કરી શકાશે.રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જનતાને પવિત્ર મહાકુંભનો લાભ લેવા નમ્ર પ્રયાસ કર્યો છે આમ છતાં પ્રયાગરાજ મુકામે યાત્રિકો મોટી માત્રામાં પધારતા હોઈ સમય અને સુવિધામાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર થવાની શકયતા છે.