ગુજરાતઃ વધુ 6 આઈએએસ અધિકારીઓની બદલી

ગાંધીનગર- રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 6 આઈએએસ અધિકારીઓની વિવિધ વિભાગમાં બદલી કરવામાં આવી હતી. જેમાં એમ એસ પટેલની વડોદરા મ્યૂનિસિપલ કમિશનર તરીકે કરવામાં આવી છે.

તો  એન બી ઉપાધ્યાયની  બદલી અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડીપાર્ટમેન્ટ વડોદરા મ્યૂનિસિપલ કમિશનર તરીકે કરવામાં આવી છે. તેઓને શાલિની અગ્રવાલને સોંપાયેલો વધારાનો હવાલો સોંપાયો છે.

બદલી કરાયેલાં અન્ય અધિકારીઓમાં સીવી સોમ રમતગમત, યુલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગરમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે થઈ છે.  આર સી મીનાની એનઆરઆઈ અને આર્ટ સામાન્ય વહીવટ વિભાગમાં સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

યોગેશ બબનરાવ નિરગુડેની અર્બન ડેવલપમેન્ટ અર્બન હાઉસિંગ વિભાગના રીજનલ કમિશનર ઓફ મ્યૂનિસિપાલિટીઝ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.જ્યારે રાકેશ શંકરની બદલી જનરલ એડમિનિસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટ-પ્લાનિંગના સેક્રેટરી તરીકે કરવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]