અમદાવાદ: કોરોનાથી સમગ્ર વિશ્વ ભયના માહોલ વચ્ચે છે ત્યારે આ મહામારીનો સામનો કરવા ગુજરાત પણ સજ્જ થઈ ગયું છે. ગુજરાત સરકારે કોરોનાની સારવાર માટે અધિકૃત હોસ્પિટલોના નામ જાહેર કર્યાં છે. કોરોના માટે 127 હોસ્પિટલ નક્કી કરવામાં આવી છે અને 635 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.