CBSC બોર્ડની શાળાઓમાં નવરાત્રિ વેકેશન અંગે સરકારે કરી મહત્વની સ્પષ્ટતા

ગાંધીનગર- રાજયની પ્રાથમિક શાળાઓમાં ૧૦મી ઓકટોબરથી ૧૭મી ઓકટોબર દરમિયાન નવરાત્રિ વેકેશન અંગે શિક્ષણ વિભાગે સી.બી.એસ.સી. તેમજ ગુજરાત રાજય સિવાયના અન્ય બોર્ડ હસ્તકની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં નવરાત્રિ વેકેશન અંગે મહત્વની સ્પષ્ટતા કરી છે.શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજયમાં આવેલી સી.બી.એસ.સી. તેમજ ગુજરાત રાજય સિવાયના અન્ય બોર્ડ હસ્તકની પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક શાળાઓ માટે નવરાત્રિ વેકેશન અને દિવાળી વેકેશન અંગે અંગેની અગાઉની શિક્ષણ વિભાગની સૂચનાઓનો અમલ કરવો મરજિયાત છે. એટલે કે, આવી શાળાઓ તેમની સવલત અનુસાર નવરાત્રિ/દિવાળી વેકેશન રાખી શકશે.

શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામકને આ અંગેની સૂચનાઓનો રાજયવ્યાપી અમલ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા પણ સૂચના આપી છે.

આમ, સીબીએસઇ અને અન્ય બોર્ડની શાળાઓ માટે નવરાત્રિ વેકેશન મરજિયાત બનાવી દેવાયું છે.