ગાંધીનગર: 117 હોમગાર્ડઝ ભરતી માટે અરજી કરવાની આ છે અંતિમ તારીખ

ગાંધીનગર- ગાંધીનગર શહેર હોમગાર્ડઝ યુનિટ દ્વારા ગાંધીનગર શહેરમાં સેક્ટર-૭, સેક્ટર-૨૧ તેમજ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની હદમાં રહેતા ૧૮ થી ૫૦ વયના પુરૂષ અને મહિલા ઉમેદવાર માટે હોમગાર્ડઝમાં જાહેર ભરતી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ૯૦ પુરુષ તથા ૨૭ મહિલા એમ કુલ ૧૧૭ની ભરતી કરવામાં આવશે.

હોમગાર્ડઝ દળમાં માનદ્ સેવા આપવા ઇચ્છતાં ધોરણ ૭ પાસ ઉમેદવારોએ ગાંધીનગર જિલ્લા હોમગાર્ડઝ કચેરી, બ્લોક નં.૬, ભોંયતળીયે, જુના સચિવાલય, ગાંધીનગર ખાતેના નોટીસ બોર્ડ પર મુકવામાં આવેલ શારિરીક, શૈક્ષણિક સહિતની લાયકાત તેમજ નિયત નમુના મુજબનું ફોર્મ ભરીને ૨૦ ઓક્ટોબર-૨૦૧૮ સાંજે ૫-૦૦ વાગ્યા સુધીમાં કચેરીએ જમા કરવાનું રહેશે.

આ ઉપરાંત ઉમેદવારો માટે ભરતી અંગેની તારીખ, સ્થળની વિગતો આગામી ૨૫ ઓક્ટોબર-૨૦૧૮ બાદ બ્લોક નં-૬, જુના સચિવાલય તેમજ ગાંધીનગર શહેર હોમગાર્ડઝ યુનિટ કચેરી, બ્લોક નં.૩૬/૧, છ-ટાઇપ, સેકટર-૧૭ ખાતે આવેલી કચેરીના નોટીસ બોર્ડ પર મુકવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]